સુરત પાસે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, UPના રાજ્યપાલ સુરક્ષિત; બે કોચના કાચને નુકસાન

મુંબઈથી અમદાવાદ તરફ દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ સુરતથી આગળ વધી ઉત્રાણ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રેન 22961 મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચાલે છે અને સુરત તેનો મહત્વનો સ્ટોપ છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ખાસ બાબત એ છે કે આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. રાજ્યપાલની હાજરીને કારણે ઘટનાની ગંભીરતા વધુ…

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં વંદે ભારત, શતાબ્દી સહિત ટ્રેનો રદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું. પરિણામે વંદે ભારત, શતાબ્દી સહિત 15થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. મુસાફરી પહેલાં તમારી ટ્રેનનું સ્ટેટસ જરૂર તપાસો.   દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદની સીધી અસર હવે રેલવે સેવાઓ પર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે આવેલા પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં મુસાફરોની…