અમેરિકા જવાની લાલચમાં અઝરબૈજાનમાં ગુજરાતી યુવક-યુવતી બંધક, પરિવાર પાસેથી રૂ. 65 લાખ વસૂલ્યા
ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી યુવક અને યુવતી આંતરરાષ્ટ્રીય ઠગાઈના જાળમાં ફસાયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અઝરબૈજાનમાં બંનેને બંધક બનાવી તેમના પરિવાર પાસેથી કુલ રૂ. 65 લાખની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના એજન્ટોની લાલચમાં આવી વિદેશ રવાના આણંદ જિલ્લાના ઝાંખરીયા ગામનો યુવક અને વાસદની યુવતી અમેરિકા જવા ઇચ્છતા હતા. આ દરમિયાન મુંબઈના એજન્ટોએ તેમને અઝરબૈજાન અને કેનેડા મારફતે અમેરિકા પહોંચાડવાની લાલચ આપી હતી. એજન્ટોની વાતોમાં આવી બંને 30 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટથી રવાના થયા હતા. યોજના અનુસાર તેમને અઝરબૈજાન થઈને કેનેડા અને ત્યાંથી અમેરિકા પહોંચાડવાના હતા, પરંતુ દિલ્હીથી અઝરબૈજાન લઈ જઈ બંનેને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વીડિયો કોલ પર મારઝૂડ, ખંડણીની માંગ પરિવારજનોના જણાવ્યા…







