રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ 18 ભારતીયો, જેમાંથી 16 ગુમ, સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી
કેન્દ્ર સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ 18 ભારતીયો છે, જેમાંથી 16 ગુમ થયાની રશિયા દ્વારા જાણ કરવામાં આવી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી. સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું તેમની પાસે રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીયોની કુલ સંખ્યા વિશે માહિતી છે અને જો એમ હોય તો, તેમની ઓળખની તારીખ સહિતની વિગતો છ. આ પણ વાંચો :- ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ? ભારતીય નાગરિકોના ભારત પાછા ફરવાની તારીખોનો ડેટા :- વિદેશ મંત્રાલયને એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર પાસે તે ભારતીય નાગરિકોની ભારત પરત ફરવાની તારીખોનો ડેટા છે જેમને હવે રાહત…







