છોટાઉદેપુરના નસવાડીમાં નકલી જાતિના પ્રમાણપત્રનું કૌભાંડ: માત્ર ₹500માં ST સર્ટિફિકેટ બનાવાતું હોવાનો આરોપ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નકલી જાતિના પ્રમાણપત્ર બનાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થતાં વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ માત્ર ₹500માં નકલી જાતિનો દાખલો બનાવી આપવામાં આવતો હોવાનો આરોપ સામે આવ્યો છે. મામલતદાર કચેરી સુધી મામલો પહોંચ્યા બાદ નસવાડી મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ તપાસમાં આ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણપત્રો તૈયાર કરાયા છે તે બહાર આવવાની શક્યતા છે. નસવાડીમાં સામે આવેલા આ બનાવે સરકારી દસ્તાવેજોની વિશ્વસનીયતા અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને અનુસૂચિત જનજાતિ (ST)ના પ્રમાણપત્રો શિક્ષણ, સરકારી નોકરી અને વિવિધ સરકારી યોજનાઓમાં અનામતના લાભ સાથે જોડાયેલા હોવાથી આવા દસ્તાવેજોની નકલી બનાવટ ગંભીર બાબત…
Anand : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, આણંદમાં રૂ.64.29 કરોડનાં ખર્ચે નવી જેલ બનશે!
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરી છે. આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થશે. નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં 370 કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં 330 પુરુષ કેદીઓ અને 40 સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ 370…








