કર્ણાટક: વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત 3ના મોત, જાણો વિગત

કર્ણાટકના કાલાબુરાગી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. મહંતેશ બિલાગી કર્ણાટક રાજ્ય ખનિજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ પારિવારિક લગ્નમાં હાજરી આપવા માટે રામદુર્ગથી કાલાબુરાગી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પલટી ગઈ. અક્સીડન્ટની વિગતો અહેવાલો અનુસાર, મહંતેશ બિલાગી તેમના ભાઈ શંકર બિલાગી અને અન્ય એક વ્યક્તિ ઈરાના શિરસાંગી સાથે એક કૌટુંબિક લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. જેવર્ગી તાલુકાના ગૌનાલી ક્રોસ પાસે અચાનક એક કૂતરો વાહનની સામે આવ્યો, અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો. આ કારણે કાર પલટી ગઈ અને ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા. મહંતેશ બિલાગી કાલાબુરગીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરો તેમને…