કિમ સે રોનનું મૃત્યુ: દક્ષિણ કોરિયન અભિનેત્રી કિમ સે રોન ઘરે મૃત હાલતમાં મળી આવી, માત્ર 24 વર્ષની ઉંમરે અલવિદા કર્યુ
દક્ષિણ કોરિયાની પ્રખ્યાત અભિનેત્રી કિમ સે રોનનું 16 ફેબ્રુઆરી, રવિવારના રોજ અવસાન થયું. આ અભિનેત્રી તેના સિઓલ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. કિમે માત્ર 24 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. જોકે, મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.તમને જણાવી દઈએ કે કિમ તાજેતરમાં નેટફ્લિક્સ શો બ્લડહાઉન્ડ્સમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, કિમનો મૃતદેહ સિઓલના સોંગડોંગ-ગુ સ્થિત તેના ઘરમાંથી મળી આવ્યો હતો, જેને તેના એક મિત્રએ જોયો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘરમાં કોઈ પણ પ્રકારના સંકેત મળ્યા ન હતા.કિમના મૃત્યુથી કોરિયન મનોરંજન ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પોલીસ તપાસ ચાલુ છે અને મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.…







