ગુજરાતના ખેડા જિલ્લામાં હસતા-રમતા પરિવાર પર કાળ બનીને તૂટ્યો પાણીનો પ્રવાહ, એક જ પરિવારના 6 સભ્યોનાં મોત
ગુજરાતના ખેડા જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની છે. અહીં બુધવારે સાંજે, એક જ પરિવારના છ સભ્યો, જેમાંથી મોટાભાગના કિશોર પિતરાઈ ભાઈ-બહેન હતા, નદીમાં ડૂબી ગયા. પરિવારના 6 સભ્યોના ડૂબી જવાના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારના વૃદ્ધ સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મૃતકની ઉંમર 14 થી 21 વર્ષની વચ્ચે છે:- પોલીસે જણાવ્યું કે આ ઘટના કનીઝ ગામમાં બની હતી. ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, “૧૪-૨૧ વર્ષની વયના છ વ્યક્તિઓ, જે ભાઈ-બહેન અથવા પિતરાઈ ભાઈઓ હતા, મેશ્વો નદીમાં નહાવા ગયા હતા અને ડૂબી ગયા હતા. તેમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓ હતા. છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.” બધા ભાઈ-બહેન હતા:- તેમણે કહ્યું કે છ મૃતકોમાંથી બે…







