NCISM:જૂનાગઢ નોબલ આયુર્વેદિક કોલેજમાં ₹10 લાખની લાંચનો આરોપ Bribery Scandal

NCISM:જૂનાગઢ નોબલ આયુર્વેદિક કોલેજમાં ₹10 લાખની લાંચનો આરોપ: CBIએ ટ્રસ્ટી સહિત બે સામે નોંધ્યો કેસ NCISM:જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સાથે જોડાયેલો ₹10 લાખની કથિત લાંચનો મામલો સામે આવતા શિક્ષણક્ષેત્રમાં ચકચાર મચી છે. કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરી અને ફેકલ્ટી સભ્ય ડૉ. અભય નલાવડે સામે કેસ નોંધ્યો છે. આરોપ છે કે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન (NCISM)ની હિયરિંગ કમિટી દ્વારા કરવામાં આવી રહેલા 13 શિક્ષકોના વેરિફિકેશનમાં સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે ₹10 લાખની લાંચની ઓફર કરવામાં આવી હતી. ->13 શિક્ષકોના વેરિફિકેશનથી શરૂ થયો મામલો : CBIની FIR મુજબ, નોબલ આયુર્વેદિક કોલેજના 13 શિક્ષકોની હાજરી અને તેમની વાસ્તવિક સ્થિતિ અંગે NCISM દ્વારા વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે લખનઉની પ્રબુદ્ધ આયુર્વેદિક મેડિકલ…

જૂનાગઢમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના કરૂણ મોત, મકાનમાલિક સારવાર હેઠળ

જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર ગેસ ગળતરની દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. ભેંસાણ તાલુકાના રામપુર ગામે સેફ્ટી ટેંક સાફ કરી રહ્યાં હતાં ત્યારે ઝેરી ગેસના ગળતરથી બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનામાં મકાનમાલિક પણ ઝેરી અસરથી બેફામ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ધર્મેન્દ્ર કુબાવતના ઘરની અંદર આવેલ સેફ્ટી ટેંક સાફ કરવા માટે બે શ્રમિકો ઉતર્યા હતાં. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થયું હતું. પહેલા શ્રમિકને અસર થતા બીજો શ્રમિક તેની મદદ માટે ટેંકમાં ઉતર્યો, પરંતુ તે પણ બેફામ થઇ ગયો. ત્યારબાદ ત્રીજો વ્યક્તિ ટેંકમાં ઊતરતા તે પણ બેફામ થયો. અજાણતાં ગેસના સંસર્ગમાં આવતા એક પછી એક ત્રણ લોકો બેફામ થઇ જતા આસપાસના લોકો દોડી આવ્યા અને તમામને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા…