જામનગરમાં કાલાવાડ–ધોરાજી હાઇવે બંધ! વરસાદે ધોયું ડાયવર્ઝન, વાહનચાલકો સાવધાન.
જામનગરમાં મેઘતાંડવ: ધોધમાર વરસાદે ધોયું કાલાવાડ–ધોરાજી હાઇવેનું ડાયવર્ઝન, વાહનવ્યવહાર ઠપ! જામનગર: જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત અને ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. આ વરસાદી માહોલ વચ્ચે હવે વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કાલાવાડ–ધોરાજી હાઇવે પરનું ડાયવર્ઝન ધોવાઈ જતાં હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો? જામનગરના કાલાવાડ–ધોરાજી હાઇવે પર અગાઉથી જ નિર્માણકાર્ય ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ, છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા અનરાધાર વરસાદને કારણે આ ડાયવર્ઝન રસ્તો ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા અને ડાયવર્ઝન ધોવાઈ જતાં આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બન્યું છે. વાહનવ્યવહારને ભારે અસર અટવાયેલા વાહનો: હાઇવે બંધ થવાને કારણે આ માર્ગ પરથી…







