પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે, જે દર્શાવે છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ મંગળવારે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી. જેથી તેઓ પહેલગામ હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને સજા આપી શકે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાનના માહિતી મંત્રી તરારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક…
નવા-જૂનીના એંધાણ ! અમેરિકાએ તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવા એડવાઇઝરી કરી જાહેર
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતી બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 17 થી વધુ લોકો ઘાયલ થયા છે. લશ્કર-એ-તૈયબાના સહયોગી જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બીજી તરફ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. અમેરિકી નાગરિકોને યાદ અપાવવામાં આવે છે કે વિદેશ વિભાગે જમ્મુ અને કાશ્મીર માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. અમેરિકાએ તેમના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે…
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેના હાઈ એલર્ટ પર, જાણો કેમ ડરી રહ્યું છે પાકિસ્તાન
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દરમિયાન, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાની પોતાની બાજુમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. પાકિસ્તાની સેનાએ આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ વખત જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય સેના સાથેની એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા નજીક POKમાં 42 આતંકવાદી લોન્ચ પેડ સક્રિય છે. આ લોન્ચ પેડ્સ પર 110 થી 130 આતંકવાદીઓ હાજર હોવાનું કહેવાય છે. કાશ્મીર ખીણમાં 70 થી 75 આતંકવાદીઓ સક્રિય છે. જમ્મુના રાજૌરીમાં 60 થી 65 આતંકવાદીઓ સક્રિય છે. આ બધા આતંકવાદીઓ પાકિસ્તાની છે. અત્યાર સુધીમાં 75 આતંકી માર્યા ગયા…
આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભારત કોઈપણ કિંમતે આતંકવાદ સામે ઝૂકશે નહીં. અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ભારે હૃદયથી તેમણે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં. આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં. આ પછી તેઓ પહેલગામના બૈસરનમાં પણ ઘટના સ્થળે પહોંચ્યા. સૂત્રોએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને હુમલા પહેલા વિસ્તારની રેકી કરી હતી. હુમલાખોરે હુમલા માટે બૈસરન પસંદ કર્યું કારણ કે…










