અમદાવાદમાં માણેક બુરજ ખાતે ‘સાબરમતી નેવિગેશન અનફૂલ ફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન

અમદાવાદના સ્થાપના વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદ બુરજ ખાતે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરી દ્વારા લિખિત ‘સાબરમતી નેવિગેશન અનફૂલફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તકનું વિમોચન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, ઈતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા સંશોધિત આ ગ્રંથમાં 1894 સમયમાં ખંભાતના અખાતથી ચેનલ મારફતે દરિયાનું પાણી અમદાવાદ સુધી લાવીને શહેરને મેરીટાઈમ સીટી તરીકે વિકસાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો, જો – કે બ્રિટિશ સરકારે આ યોજના નકારી કાઢતાં આ મહત્વકાંક્ષા અધૂરી રહી હતી, તેમ છતાં આજના સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ સહિતના પ્રકલ્પોને કારણે તે સ્વપ્ન કેટલેક અંશે સાકાર થયાનું માનવામાં…

સુભાષચંદ્ર બોઝના અસ્થિ ક્યાં છે? તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું? જાણો તેમની દીકરી અનિતાએ શું કહ્યું..

23 જાન્યુઆરીએ દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવાર નેતાજીના મૃત્યુ અને તેમના અસ્થિઓને લઈને ચર્ચા તેજ બની છે. નેતાજીની દીકરી અનિતા બોઝ ફાફે જાપાનના રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલી અસ્થિઓને ભારત પરત લાવવાની માંગ કરી છે. અનિતા ફાફે અને તેમના પરિવારના અનેક સભ્યોનું માનવું છે કે, રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલી અસ્થિઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના જ અવશેષો છે. ફાફેએ જણાવ્યું કે, ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનાર નેતાજીના અવસાનના 80 વર્ષ બાદ અને આઝાદીના 78 વર્ષ પછી પણ તેમના અવશેષો વિદેશમાં હોવું દુઃખદ છે. નેતાજીના અવશેષોની સન્માનજનક વાપસીની માગ એર ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં અનિતા ફાફેએ જણાવ્યું કે, “હું નેતાજીને સન્માન આપનારા તમામ ભારતીયોને તેમના અવશેષોને અંતિમ અને યોગ્ય સંસ્કાર…

‘સોમનાથની કહાની વિનાશની નહીં, સ્વાભિમાનની ગાથા છે’ — મંદિર પરના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીનો વિશેષ લેખ

સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ બ્લોગ પોસ્ટ શેર કરી છે. પોતાના લેખમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરને ભારતના આત્માનું શાશ્વત પ્રતીક ગણાવ્યું છે અને જણાવ્યું છે કે આ મંદિર માત્ર પથ્થરોનું માળખું નહીં, પરંતુ અડગ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક છે. વડાપ્રધાને લખ્યું છે કે ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં પણ વર્ણવાયું છે અને તેનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અતિ વિશાળ છે. આક્રમણકારોએ તેને નષ્ટ કરવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય તૂટી નથી. 1026ના આક્રમણની યાદ ઈતિહાસના પાનાંઓને યાદ કરતા પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદ દ્વારા સોમનાથ પર ભયાનક આક્રમણ કરવામાં આવ્યું હતું.…