ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ROKO પણ ટીમમાં સામેલ

ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત શનિવાર, 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. ટેસ્ટ મેચ પછી શુભમન ગિલને વનડે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમની પસંદગી અંગે ચર્ચા કરવા માટે અમદાવાદમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી. શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ODI સીરિઝ માટે પસંદગીકારોએ શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, બંનેને નિષ્ણાત બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવ T20 ટીમના કેપ્ટન રહેશે. ભારતની 15-સભ્યોની ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા , વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ…