પાકિસ્તાન : હૈદરાબાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત અને 23 ઘાયલ

હૈદરાબાદના લતિફાબાદ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મોડી રાતે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા અને 23 ઘાયલ થયા છે. આ ફેક્ટરી લઘારી ગોથ નદીના કિનારે લતીફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં ચલાવવામાં આવી રહી હતી, અને કોઈ લાયસન્સ નહોતું. વિસ્ફોટ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લિયાકત યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ બે લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેઓના શરીર પર લગભગ 100 ટકા દાઝાના ઘા છે. મેડિકો-લીગલ અધિકારીએ બે અજાણ્યા પુરુષોના મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી છે. હૈદરાબાદના SSP અદીલ ચંડીયોનું કહેવું છે કે ફેક્ટરીના માલિકની ઓળખ માટે તપાસ ચાલુ છે. સિંધના ગૃહમંત્રી…

વલસાડમાં ડ્રગ્સ ફેક્ટરી પર DRIની મોટી કાર્યવાહી, ફેક્ટરી માલિક સહિત 4ની ધરપકડ

વલસાડ જિલ્લાના અટગામ ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન ફેક્ટરી માલિક ચંદ્રકાન્ત છેડા, અશોક પીઠારીયા અને બે વર્કર સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા ફેક્ટરીમાંથી 114 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેના બજાર મૂલ્યનો અંદાજ રૂ. 20 કરોડથી વધુનો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા. DRIએ આરોપીઓને કસ્ટડીમાં લઈને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને ફેક્ટરીના સપ્લાય નેટવર્ક સહિત વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર દવા ઉત્પાદનના નેટવર્ક અંગે અનેક નવી વિગતો બહાર આવવાની સંભાવના છે.…