હળદરનું સેવન લીવરની સમસ્યામાં ફાયદાકારક છે કે નુકસાનકારક?, જાણો અહીં
ભારતીય રસોડામાં પ્રાચીન સમયથી ઉપયોગમાં આવતો એક મહત્વપૂર્ણ મસાલો એટલે હળદર. આજે જ્યાં વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને કુદરતી ઉપચાર પ્રણાલીઓ માટે રસ વધ્યો છે, ત્યારે હળદર માત્ર એક રાંધણ મસાલો નહીં રહી, પણ સુપર્ફૂડ તરીકે ઓળખાવા લાગી છે. અમેરિકા સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના તજજ્ઞો તેમજ ભારતમાં AIIMS (All India Institute of Medical Sciences)ના હેલ્થ એક્સપર્ટ્સના અભ્યાસ અનુસાર, હળદરનું નિયમિત અને નિયંત્રિત પ્રમાણમાં સેવન લીવર માટે ખૂબ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. હળદરના આરોગ્યલક્ષી ગુણધર્મો હળદરમાં રહેલું મુખ્ય સક્રિય તત્વ કર્ક્યુમિન (Curcumin) હોય છે, જેનું વૈજ્ઞાનિક રીતે અનેક ઔષધીય લાભો માટે મૂલ્યાંકન થયું છે. કર્ક્યુમિનમાં ઉત્તમ બળતરા વિરોધી, એન્ટી-ઓક્સીડન્ટ અને વાયરસ વિરોધી ગુણધર્મો હોય છે. લીવર માટે હળદરના ફાયદા: – ફેટી લીવર જેવી પરિસ્થિતિઓમાં કર્ક્યુમિન…
આ એક પાન 100 રોગોની દવા છે! જાણો તુલસીના અદ્ભુત ફાયદા
ભારતીય આયુર્વેદમાં તુલસીને “ઔષધિઓની રાણી” કહેવાય છે. એક નાનું લીલું પાન, જે માત્ર આધ્યાત્મિક શ્રદ્ધાનો નહીં પરંતુ ઔષધીય ગુણધર્મોનો ખજાનો પણ છે. તુલસીના રોજના સેવનથી શરીર સ્વસ્થ, મન શાંત અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તુલસી માત્ર રોગો સામે રક્ષણ પૂરું પાડતી નથી, પરંતુ શરીરની આંતરિક શુદ્ધિ અને જીવનશૈલી સુધારવામાં પણ મદદરૂપ છે. દરરોજ માત્ર 4–5 તુલસીના પાન ખાવાથી મળે છે આવા ખાસ ફાયદા: 1. રોગપ્રતિકારક શક્તિમાં વધારોઃ તુલસીમાં હોય છે વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટ્સ, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તે વાયરસ, બેક્ટેરિયા અને સીઝનલ ફીવર જેવી બિમારીઓ સામે લડવામાં સહાય કરે છે. 2. પાચન તંત્ર માટે લાભદાયી તુલસી પાચન એન્ઝાઈમ્સને સક્રિય કરે છે, જે અપચો, ગેસ, કબજિયાત અને પેટના અન્ય રોગોમાં રાહત આપે છે.…









