સુરત : ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય મંત્રી લાલઘૂમ, સસ્તા ઘી અને ખાણી-પીણીને લઈને આપી કડક ચેતવણી

સુરતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની અપીલ સાથે ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ વેચતા તત્વોને કડક ચેતવણી આપી હતી. મંત્રીએ ખાસ કરીને બજારમાં મળતા સસ્તા ઘી અને અન્ય ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ગ્રાહકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. પાનસેરિયાએ કહ્યું કે, ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ માત્ર ગ્રાહકો સાથે છેતરપિંડી નથી, પરંતુ તે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. બજારમાં સસ્તા ભાવે મળતી કેટલીક વસ્તુઓની ગુણવત્તા અંગે ગ્રાહકોએ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને ઘી જેવી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ, લેબલ અને વિશ્વસનીયતા ચકાસવી જોઈએ. સુમુલ કરતાં પણ સસ્તા ઘી અંગે ચેતવણી…

શાળામાં ભણતી 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને હવે વિનામૂલ્યે સેનેટરી નેપકીન આપવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય હેતુ કિશોરીઓમાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા ઉપરાંત આ સમયગાળા દરમિયાન શાળામાં તેમની હાજરી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સરકાર દ્વારા આ યોજના માટે રૂ. 46.68 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ નિર્ણયને કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. દર મહિને 30 સેનેટરી નેપકીન મળશે યોજનાના અમલ હેઠળ સરકારી શાળામાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી દરેક પાત્ર વિદ્યાર્થીનીને દર મહિને…

ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું

આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…

સાવધાન! અમદાવાદ બની રહ્યું છે ડાયાબિટીસ-બીપીનું હબ: AMCના રિપોર્ટમાં ડરામણો ખુલાસો

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં હવે ‘લાઈફસ્ટાઈલ ડિસીઝ’નો રોગ નાગરિકોને ભરખી રહ્યો હોય તેવા ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2021થી 2025 દરમિયાન શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર્સ પર કરવામાં આવેલા 33 લાખ નાગરિકોના હેલ્થ સ્ક્રીનિંગમાં અત્યંત ડરામણું ચિત્ર ઉપસ્યું છે. કુલ સ્ક્રીનિંગના 19% એટલે કે અંદાજે 6.2 લાખ લોકો હાઈપરટેન્શન (બીપી) અને 17.2% એટલે કે 5.6 લાખ લોકો ડાયાબિટીસથી પીડાતા હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે. સાયલન્ટ કિલર: 30+ ની પેઢી રડારમાં- ​મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાકાળ બાદ લોકોમાં બિન-ચેપી રોગો (NCD)નું પ્રમાણ ઝડપથી વધ્યું છે. કેન્દ્ર સરકારના 2030 સુધીમાં આવા રોગોમાં 30% ઘટાડો કરવાના લક્ષ્‍યાંકને પહોંચી વળવા હવે 30 વર્ષથી વધુની વયના તમામ…

શિયાળાની સવારે દોડવા કે ચાલવા જતાં પહેલા રાખો ખાસ ધ્યાન, જાણો વિગત

શિયાળાની ઠંડી સવારમાં દોડવું કે ચાલવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન શરીર પર વધારાનો તાણ આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે યોગ્ય તૈયારી વિના કસરત કરવાથી ઈજાનો ખતરો વધી શકે છે. કસરતથી રક્ત પરિભ્રમણ સુધરે છે, હૃદય મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ સક્રિય રહે છે. શિયાળાની સવારની તાજી હવામાં ચાલવાથી મનને તાજગી મળે છે અને દિવસભર ઉર્જા જળવાય છે. ડૉક્ટરોની સલાહ મુજબ શિયાળામાં કસરત કરતી વખતે રાખવા જેવી વાતો: – દોડવા કે ચાલવા પહેલાં શરીરને ગરમ કરો અને હળવું સ્ટ્રેચિંગ કરો. – ભારે ઠંડીમાં ખાલી પેટ બહાર ન નીકળવું. – હળવા પરંતુ ગરમ કપડાં પહેરો, ખાસ કરીને કાન, માથું અને હાથ ઢાંકી રાખો. – જો હવા ધુમ્મસવાળી કે અત્યંત…

“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. ફરિયાદનો મુદ્દો ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે…

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ

ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા: 41 લાખના ખોરાકનો નાશ તારીખ 3થી 11 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓ દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. – કુલ જપ્ત ખાદ્ય પદાર્થો: 8,684 કિલો – નાશ કરાયેલો અખાદ્ય જથ્થો: 2,861 કિલો – જથ્થાની અંદાજિત કિંમત: ₹41 લાખ – અખાદ્ય ચીજ વસ્તુઓ સામે કડક કાર્યવાહી FDCAના અધિકારીઓએ જણાવ્યું કે સરકાર નાગરિકોના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ કરનારા પર કડક પગલાં લેશે. તહેવાર દરમિયાન: – મીઠાઈ, નમકીન અને…

કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા

લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા કેન્સર વિરોધી ઉપચારાત્મક તત્વ તરીકે માન્યતાપાત્ર બની ચૂક્યું છે. શું છે એલિસિન? એલિસિન એ લસણમાં રહેલું એક પ્રાકૃતિક ઓર્ગેનોસલ્ફર સંયોજન છે, જે લસણને ક્રશ કરવાથી અથવા ચપટી દેવાથી સક્રિય થાય છે. રિસર્ચ ગેટ અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો પ્રમાણે, એલિસિનમાં એવી ક્ષમતા હોય છે કે જે શરીરમાં કેન્સરજાત કોષોની વૃદ્ધિને અવરોધી શકે છે. તેથી લસણને પ્રાકૃતિક “એન્ટી-કેન્સર એજન્ટ” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. લસણના મુખ્ય ફાયદાઓ: 1. કેન્સર સામે રક્ષણ એલિસિન સહિતના ઓર્ગેનોસલ્ફર તત્વો કેન્સર કોષોની વૃદ્ધિને અટકાવે છે.…