ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો: પવનની દિશા બદલાતા લોકોને આંશિક રાહત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પવનની દિશા બદલાતા રાજ્યના અનેક શહેરોમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી અને અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. હિમાલયના રાજ્યોમાં વધુ એક રાઉન્ડમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને…
ગુજરાત સરકાર નવું હેલિકોપ્ટર ખરીદશે: ખાસ કમિટીની રચના અને સુરક્ષા મજબૂત બનાવવાનો પ્રયાસ
ગુજરાત સરકાર રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નવું હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્યમાં ઉપયોગમાં રહેલા હેલિકોપ્ટરમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ આવતા સરકારી કામગીરી અને મહત્વપૂર્ણ પ્રવાસોમાં અડચણો સર્જાતી હતી. મહત્વનું છે કે રાજ્યની હાલની હેલિકોપ્ટરની ખરીદી વર્ષ 2007માં થઈ હતી અને લાંબા સમયથી ઉપયોગમાં હોવાને કારણે તેમાં સતત સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારએ નવું હેલિકોપ્ટર લેવા માટે નિર્ણય લીધો છે. નવા હેલિકોપ્ટરની ખરીદી માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી હેલિકોપ્ટરની જરૂરિયાત, તકનિકી ક્ષમતાઓ, સુરક્ષા માપદંડો અને ખર્ચ જેવા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરશે. કમિટી દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. સરકારનો માનવું છે કે નવું અને આધુનિક હેલિકોપ્ટર રાજ્યના વહીવટ,…
રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મળી મંજૂરી, જાણો વિગત
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે લેવાતી CCE (Combined Competitive Examination) પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ નવા નિયમોને લીલીઝંડી આપવામાં આવી છે. જેનો સીધો અસર આવનારી ભરતી પ્રક્રિયામાં જોવા મળશે. ઉમેદવારો હવે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી પડશે, જેથી પરીક્ષામાં સફળતા મળી શકે. મુખ્ય ફેરફારો અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેતી હતી, હવે તે 150 ગુણની કરવામાં આવી છે. આ બદલાવથી પરીક્ષા વધુ સ્પર્ધાત્મક બની જશે અને ઉમેદવારના જ્ઞાનનું વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેના પર ઉમેદવારોનું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આગામી…
અમદાવાદ ઍરપોર્ટ હાઇ-ઍલર્ટ પર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપાઈ સૂચના
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઍરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં કડક વધારો કરવામાં આવશે. આ સંદર્ભે ઍરપોર્ટ સત્તાધીશો અને તમામ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે મહત્વપૂર્ણ એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે. વધારાની સુરક્ષા તપાસને કારણે સમય વધુ લાગી શકે છે, તેથી મુસાફરોને તેમની નિર્ધારિત ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 કલાક અગાઉ ઍરપોર્ટ પર પહોંચવાની તાકીદ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ, ડબલ ચેકિંગ સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ કરવામાં આવશે. એરલાઇન્સે સ્પષ્ટ સૂચના આપી છે કે, – મુસાફરો માત્ર 7 કિલો સુધીની એક જ હેન્ડબેગ લઈ જઈ શકશે – ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટ ઉપડવાના 60…
વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, વાહનોમાં સફેદ હેડલાઈટ સામે કરાશે કાર્યવાહી, જાણો મામલો
રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે, જે ખાસ કરીને તેઓ માટે છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી (bright) સફેદ હેડલાઇટ્સ લગાવવામાં આવી છે. સામાન્ય વાહનચાલકો અને માર્ગ પરના અન્ય લોકોના અનુસાર આ પ્રકારની હેડલાઇટ્સ રાત્રિના સમયે સામે આવતાં ડ્રાઈવર માટે આંખ ઝાંખી નાખતી હોય છે અને વાહનચાલનમાં મુશ્કેલી ઊભી કરે છે. વિભાગે તમામ RTO (Regional Transport Office) ને આ મુદ્દે સખત સૂચના આપી છે કે કોઈપણ ફરિયાદ મળતાં જ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે. ખાસ કરીને એ વાહનચાલકો માટે આ સૂચના મહત્વપૂર્ણ છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી સફેદ હેડલાઇટ્સ લાગેલા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26 મી બેઠક થઇ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને…
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીનની CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસો અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો લાંબા ગાળા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીન OAMએ ગાંધીનગરમાં કરેલી સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમિયાન તેમણે આ તત્પરતા દર્શાવી હતી. આગામી 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં જે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને અન્ય સુવિધા તૈયાર કરવાની પોતાની જે કવાયત હાથ ધરી છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત વિચાર-વિમર્શ થયા હતા. તેમણે આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો રમતો પૂર્ણ થયા પછી સામાન્ય લોકોના આવાસ, સ્ટુડન્ટ્સ હોસ્ટેલ અને મેદાનોનો અન્ય ઇવેન્ટ માટે ઉપયોગ કરવાના આયોજનની વિગતો આપી હતી. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરએ બ્રિસ્બેનમાં થઈ રહેલી આ તૈયારીઓના…
LoC પર નાપાક હરકત: કેમેરા લગાવતી વખતે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
20-21 જાન્યુઆરીની રાત્રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબારની ઘટના સર્જાઈ. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણ ત્યારે થઇ જ્યારે ભારતીય સેનાના 6 નેશનલ રાઇફલ્સના સૈનિક સરહદ પર હાઇ-ટેક સર્વેલન્સ કેમેરા ઇન્સ્ટોલ કરી રહ્યા હતા, જેથી બ્લાઇન્ડ સ્પોટ્સ પર નજર રાખી શકાય. પાકિસ્તાની સૈનિકોએ ઇન્સ્ટોલેશનને ડીસ્ટર્બ કરવા માટે નાના હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના જવાબમાં ભારતીય સૈનિકોએ જડબાતોડ ગોળીબાર કર્યો. આ ઘટનામાં બંને પક્ષમાંથી કોઈ જાનહાનીની જાણ નહીં થઈ. જોકે, ભારતીય સેનાએ તાત્કાલિક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને શંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની ફાયરિંગનો ઉદ્દેશ ઘૂસણખોરીના પ્રયાસ પરથી સેનાની નજર હટાવવા માટે થઈ શકે છે. શિયાળાના મહિનાઓમાં સુરક્ષા વધારી: LoC પરની…
જયરાજ આહીરે SITની પૂછપરછ બાદ તોડ્યું મૌન: કહ્યું “જ્યારે પણ બોલાવશે ત્યારે હાજર રહીશ”
નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે નવી અપડેટ સામે આવી છે. આજે SIT (વિશેષ તપાસ ટીમ) દ્વારા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂરી થયા પછી જયરાજ આહીરે પોતાની પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે તેઓ SITની તપાસ પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. જયરાજ આહીરના નિવેદન: જ્યારે પુછપરછ પૂર્ણ થઈ, જયરાજ આહીરે કહ્યું કે તેઓ SITની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમણે સ્પષ્ટ કર્યું, “જ્યારે પણ SIT મને બોલાવશે, ત્યારે હું હાજર રહીશ અને સહકાર આપવા તૈયાર છું.” તેમણે ઉમેર્યું કે સત્ય સામે આવશે તેવી તેમને પૂરી આશા છે. SITમાં થયેલી પૂછપરછ અને હાલની સ્થિતિ – પીડિતની પૂછપરછ: બે દિવસ પહેલા SITએ નવનીત…
















