વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સુપોષિત ભારત’ ના વિઝનને વેગ આપવા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની જોગવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ₹7,690 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં 2,000 નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ.360 કરોડની જોગવાઈ આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ 1.5% થી વધારીને 3% અને 4.5% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ.38.64 કરોડની જોગવાઈ ઓછા વજન…