ઈરાન–ઈઝરાયેલ યુદ્ધની અસર ગુજરાતમાં: ઉદ્યોગોના ગેસ સપ્લાયમાં 50% કાપ, મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન–ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. કુદરતી ગેસની વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા ગુજરાત ગેસ લિમિટેડ (GGL)એ રાજ્યના ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ પુરવઠામાં 50 ટકા કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. મોરબી સિરામિક ઉદ્યોગ પર મોટો અસરકારક ઝાટક મોરબી વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે ઓળખાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે R-LNGની ઉપલબ્ધતા ઘટતા ગુજરાત ગેસે ગેસ વેચાણ કરારની જોગવાઈઓ હેઠળ ‘ફોર્સ મેજ્યોર’ જાહેર કર્યું છે. કંપનીના નિર્ણય મુજબ 6 માર્ચ 2026થી 31 માર્ચ 2026 સુધી તમામ સિરામિક એકમોના ગેસ સપ્લાયમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નિયમિત ગ્રાહકો માટે…
India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. વૈશ્વિક બજારો માટે નવા દ્વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ ડીલ મેઈક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ જેવા વિઝનને વધુ બળ આપશે. ડીલ હેઠળ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18% ની કટौती કરવામાં આવી છે, જે ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગારી સર્જન માટે મોટું પ્રોત્સાહન હશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે હવે વૈશ્વિક બજારોમાં પ્રવેશ સરળ બનશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને લાભ મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ અને…








