Ahmedabad : શિલજના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી ઝડપાઈ, 20 વિદેશી નબીરાઓ સહિત 6 મહિલાની અટકાયત

અમદાવાદના પોશ વિસ્તાર શિલજમાં દારૂ પાર્ટીની મોજમસ્તી વચ્ચે પોલીસે દરોડા પાડી 20 વિદેશી નાગરિકો અને 2 ભારતીયોને ઝડપ્યા છે. આ પાર્ટી દરમિયાન દારૂ, હુક્કા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ રેવ પાર્ટી ઝેફાયર ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી, જ્યાંથી પોલીસે 6 મહિલાઓ સહિત કુલ 15થી વધુ લોકોની અટકાયત કરી છે. ઝેફાયર ફાર્મ હાઉસ પર બોપલ પોલીસે પાડ્યો દરોડો મોડી રાત્રે મળેલી બાતમીના આધારે બોપલ પોલીસે શિલજના ઝેફાયર ફાર્મ પર દરોડો પાડ્યો હતો. ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્યાંથી અનેક દારૂની બોટલો, બીયરના ટીન અને હુક્કા સેટ્સ કબ્જે કર્યા છે. આ પાર્ટીમાં હાજર વિદેશી વિદ્યાર્થીઓમાં કેન્યા અને મોંગોલિયાના નાગરિકો હોવાનું સામે આવ્યું છે. ‘આફ્રો ડાન્સ નાઈટ’ રેવ પાર્ટી ઝડપાયેલા વિદ્યાર્થીઓએ ‘આફ્રો ડાન્સ…

Rajkot : માત્ર 15 કલાકમાં 4 હત્યાઓથી દહેશત, CFL ક્વાર્ટરમાં 30 વર્ષીય યુવાનની છરી વડે હત્યા

દિવાળી જેવો પવિત્ર તહેવાર પણ રાજકોટ શહેર માટે લોહિયાળ બની રહ્યો છે. માત્ર 15 કલાકના ગાળામાં 4 હત્યાઓના બનાવોએ શહેરમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. તાજેતરનો તાજો બનાવ જામનગર રોડ પર આવેલા CFL ક્વાર્ટરમાં સામે આવ્યો છે, જ્યાં 30 વર્ષીય યુવાન કમલભાઈ બિપીનભાઈ મૂળિયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી. ઘટનાની વિગત: – ઘટના સ્થળ: CFL ક્વાર્ટર, જામનગર રોડ, રાજકોટ – મૃતક: કમલભાઈ બિપીનભાઈ મૂળિયા (ઉમર: 30 વર્ષ) – હત્યાનું સાધન: છરી – ઘટના સમયે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી – મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો શહેરમાં કાયદો વ્યવસ્થા ખોરવાઈ? આ હત્યા એ વધુ એક ઇશારો છે કે રાજકોટ શહેરમાં ગુનાખોરીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. 15 કલાકમાં ચાર હત્યા થયા પછી લોકોમાં ભયનો માહોલ વ્યાપી…

નાંદોદના આમલેથામાં બે જુદી જુદી હત્યાઓથી ચકચાર, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામે એક જ દિવસે બે અલગ અલગ હત્યાના બનાવો સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ બંને ઘટનાઓમાં એક સ્થળ પર કુટુંબ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો તો બીજી ઘટના ગંભીર હત્યાનું શંકાસ્પદ કૌભાંડ દર્શાવે છે. ઘટના-1: ટાંકીનું પાણી છોડવાની બાબતે હત્યા આમલેથા ગામની સીમમાં પાણીની મોટી ટાંકી પાસે એક ખેતર નજીકના ઘર પાસે રહેતા જગદિશભાઈ કંથરભાઈ વસાવા (ઉ.વ. 50) એ તેમના દીકરા સુરેન્દ્ર જગદિશ વસાવાને ટાંકીનું પાણી છોડવા માટે કહ્યું. ત્યારે સુરેન્દ્ર ઉશ્કેરાઈ જતા તેણે લાકડું ઉઠાવીને પોતાના પિતાને માથાના પાછળના ભાગે આઘાત કર્યો. ફટકાથી જગદિશભાઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા અને સારવાર પહેલા જ તેમનું મોત નીપજ્યું. હાજર અન્ય લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરેન્દ્રે તેમને પણ ધમકી આપી…