Ahmedabad : શિલજના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી ઝડપાઈ, 20 વિદેશી નબીરાઓ સહિત 6 મહિલાની અટકાયત

અમદાવાદના પોશ વિસ્તાર શિલજમાં દારૂ પાર્ટીની મોજમસ્તી વચ્ચે પોલીસે દરોડા પાડી 20 વિદેશી નાગરિકો અને 2 ભારતીયોને ઝડપ્યા છે.
આ પાર્ટી દરમિયાન દારૂ, હુક્કા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ રેવ પાર્ટી ઝેફાયર ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી, જ્યાંથી પોલીસે 6 મહિલાઓ સહિત કુલ 15થી વધુ લોકોની અટકાયત કરી છે.

ઝેફાયર ફાર્મ હાઉસ પર બોપલ પોલીસે પાડ્યો દરોડો
મોડી રાત્રે મળેલી બાતમીના આધારે બોપલ પોલીસે શિલજના ઝેફાયર ફાર્મ પર દરોડો પાડ્યો હતો. ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્યાંથી અનેક દારૂની બોટલો, બીયરના ટીન અને હુક્કા સેટ્સ કબ્જે કર્યા છે. આ પાર્ટીમાં હાજર વિદેશી વિદ્યાર્થીઓમાં કેન્યા અને મોંગોલિયાના નાગરિકો હોવાનું સામે આવ્યું છે.

‘આફ્રો ડાન્સ નાઈટ’ રેવ પાર્ટી
ઝડપાયેલા વિદ્યાર્થીઓએ ‘આફ્રો ડાન્સ નાઈટ’ નામે આ દારૂ પાર્ટી યોજી હતી. પાર્ટીમાં પ્રવેશ માટે ખાસ પાસ છપાવ્યા હતા, જેમાં દારૂ અનલિમિટેડ પી શકાય એવો ઉલ્લેખ હતો.

પાસની કિંમત નીચે મુજબ હતી:
– અર્લી બર્ડ પાસ: ₹700
– VIP પાસ: ₹2500
– ડાયમંડ ટેબલ (5 લોકો માટે): ₹15,000 — જેમાં 1 બ્લેક લેબલ બોટલ અને 1 મેટલ શામેલ

પોલીસની કાર્યવાહી અને તપાસ
બોપલ પોલીસે ઝડપાયેલા તમામ લોકોને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યા છે. જેઓ દારૂના નશામાં નહોતા, તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો નથી. હાલમાં પોલીસે ફાર્મ હાઉસના માલિક, આયોજક જ્હોન (વિદેશી વિદ્યાર્થી) અને પાર્ટીમાં હાજર વિદેશી નાગરિકો સામે દારૂબંધી કાયદા હેઠળ કેસ નોંધ્યો છે.

પાર્ટી માટે કોણે આપી મંજૂરી?
આ રેવ પાર્ટી માટે કોણે મંજૂરી આપી અને દારૂ ક્યાંથી આવ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, આ પાર્ટીમાં મોટા માથાઓ જોડાયેલા હોવાની પણ ચર્ચા છે. પોલીસ હવે આયોજક અને ફાર્મ હાઉસ માલિકની પૂછપરછ કરી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હડતાળ 2026 : અમદાવાદ ઓટો રિક્ષા હડતાળ: ક્યાંક બંધ તો ક્યાંક સેવાઓ ચાલુ, જાણો હડતાળના પહેલા દિવસે શું રહી સ્થિતિ? AMTS BRTS Extra Bus Service

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળના પ્રથમ દિવસે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં રિક્ષા સેવા સંપૂર્ણ બંધ રહી જ્યારે અનેક સ્થળોએ સેવા યથાવત રહી. જાણો હડતાળનું કારણ, મુસાફરોની સ્થિતિ અને પ્રશાસનની તૈયારી. અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ B india અમદાવાદ : શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનનો પ્રથમ દિવસ મિશ્ર પ્રતિસાદ સાથે પસાર થયો. શહેરના કેટલાક વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હડતાળમાં જોડાતા મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યારે અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા સામાન્ય રીતે ચાલુ રહેતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી નહોતી. સવારના પીક અવર્સ દરમિયાન બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને મુખ્ય માર્ગો પર મુસાફરો વૈકલ્પિક વાહનો શોધતા જોવા મળ્યા. અમદાવાદ શહેરના વિવિધ રિક્ષા સંગઠનો દ્વારા…

CWG 2030 Gujarat Bid Controversy કોંગ્રેસ : કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસના ચાબખા, જાણો શું છે સમગ્ર વિવાદ : Gujarat Sports Infrastructure News

કોંગ્રેસ ગુજરાત દ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મેળવવા કરવામાં આવેલી બિડ વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા. જાણો સમગ્ર વિવાદ, સરકારનો અભિગમ અને ગુજરાત માટે આ બિડનું મહત્વ. કોમનવેલ્થ ગેમ્સ 2030 બિડ પર રાજકારણ ગરમાયું, ગુજરાતની યજમાનીને લઈને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસના સવાલો દેશમાં રમતગમત અને વિકાસના મુદ્દા વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાત દ્વારા વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા માટે કરવામાં આવેલા પ્રયાસો વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમના નિવેદન બાદ આ મુદ્દો માત્ર રમતગમત પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. એક તરફ કેન્દ્ર અને ગુજરાત સરકાર કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાનીને રાજ્ય અને…