મહેસૂલ વિભાગમાં બદલીઓ, 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તાજા આદેશ જાહેર કરતાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. આ આદેશ અંતર્ગત કુલ 15 ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. બદલી થયેલા અધિકારીઓમાં અમદાવાદ, મોરબી, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, દાહોદ, અમરેલી અને તાપી જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી, ફૂડ કંટ્રોલર, સ્પોર્ટ્સ ઓથોરિટી, એરપોર્ટ ડેવલપમેન્ટ તથા ચૂંટણી વિભાગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આર.બી. ગઢવી અને એચ.જે. સોલંકીને બઢતી આ આદેશ અંતર્ગત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર, વલસાડ તરીકે બઢતી આપવામાં…