ટ્રમ્પે પીએમ મોદીને ગાઝા શાંતિ બોર્ડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, જાણો વિગત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા, પુનઃનિર્માણ કાર્ય આગળ વધારવા અને નવા શાસન વ્યવસ્થાનું સેટઅપ સુનિશ્ચિત કરવાનું છે. બોર્ડનું આયોજન ટ્રમ્પની 20 પોઈન્ટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. બોર્ડનું મુખ્ય કાર્ય ગાઝાને હથિયારમુક્ત કરવું, ત્યાં માનવતાવાદી સહાય પહોંચાડવી, તબાહ થયેલા માળખાનું પુનઃનિર્માણ કરવું અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપવું છે. આ કાર્યની દેખરેખ NCAG (નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા) દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ પેલેસ્ટાઈનના ભૂતપૂર્વ અધિકારી અલી શાથ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે આ બોર્ડ અત્યાર સુધીનું સૌથી પ્રતિષ્ઠિત અને મહાન બોર્ડ છે. બોર્ડની કાર્યકારી…