BCCIનું કડક વલણ, વિજય હજારે ટ્રોફી મામલે લીધો આ મોટો નિર્ણય
ભારતીય ક્રિકેટરો માટે ઘરેલુ ક્રિકેટ પર BCCI એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 24 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી વિજય હજારે ટ્રોફીમાં તમામ વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ ઓછામાં ઓછી બે મેચ રમવાની રહેશે. 19 ડિસેમ્બરે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ T20I અને 11 જાન્યુઆરી, 2026થી શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી વચ્ચે લગભગ ત્રણ અઠવાડિયાનું અંતર છે. BCCI આ સમયગાળાનો ઉપયોગ તેના વરિષ્ઠ ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં સામેલ રાખવા માંગે છે. અજિત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ખેલાડીઓને આ સૂચનાઓ પહોંચાડી છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ કરવામાં આવેલી સમીક્ષાનો એક ભાગ છે, જેમાં તમામ ફોર્મેટમાં સ્થાનિક ક્રિકેટને પ્રાથમિકતા આપવાની ભલામણ કરવામાં આવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તેમની…
ગૌતમ ગંભીરને મળી ધમકી, ‘ISIS કાશ્મીર’ તરફથી મળેલ મેઇલમાં જાણો શું કહ્યું
એક તરફ આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. પહેલગામ હુમલાને લઈ ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરી છે. ત્યારે આ તમામ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરને ધમકી મળી છે. એવું કહેવાય છે કે તેમને ‘ISIS કાશ્મીર’ દ્વારા ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી છે. હાલમાં, દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ધમકી મળતા જ તેમણે દિલ્હી પોલીસને જાણ કરી. ગૌતમ ગંભીરે અધિકારીઓને તેમની અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. આ પહેલી વાર નથી જ્યારે તેમને ધમકીઓ મળી હોય. 2021 માં તેમના સાંસદ…








