ગાંધીનગર : શિક્ષકોની ભરતીને લઈ સારા સમાચાર, જૂના શિક્ષકોનું ફાઈનલ મેરિટ થયું જાહેર
B INDIA ગાંધીનગર : રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષક ભરતી માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂના શિક્ષકોનું ફાઈનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 17 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે.જૂના શિક્ષકોની કામગીરી પૂર્ણ થતા ધોરણ 11-12ના શિક્ષકોની ભરતી થશે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં નવી નિમણૂંકમાં એનઓસીની જરૂર રહેશે નહીં. અટલે કે, શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોઓએ એનઓસી મેળવવી પડશે નહીં. જિલ્લા શિક્ષણાધિકારી નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી આપશે. જે બાબતે અગાઉ શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જાહેરાત કરી હતી. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની જુના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે…







