ગાંધીનગર: DGP વિકાસ સહાયનો આદેશ, આજથી સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત

B INDIA ગાંધીનગર : હાઈકોર્ટના કડક વલણને પગલે હવે સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજીયાત કરાયો છે. રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડ કરવામાં આવશે. હેલ્મેટના નિયમનને લઈને પોલીસ એકશનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે. -> સરકારી કચેરીમાં હેલ્મેટ ફરજીયાત :- રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજીયાત કર્યો. ડીજીપીના પરિપત્ર મુજબ આજથી 11 ફેબ્રુઆરીના રોજથી તમામ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાશે. રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલયર ગેટ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. ડીજીપીના આદેશ મુજબ સરકારી…