દુનિયામાં ટ્રેડ, ટેકનોલોજી અને રેયર અર્થ મિનરલ્સ હથિયાર બની રહ્યા છે: PM મોદી, India–EU FTA નું મહત્વ સમજાવ્યું
ભારત–યુરોપિયન યુનિયન (EU) બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા પરિસ્થિતિ પર ગંભીર સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે વેપાર, ટેક્નોલોજી અને રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. તેમ છતાં, વડાપ્રધાન મોદીએ કોઈ દેશનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટ્રેડ અને ટેરિફ નીતિઓ માટે પરોક્ષ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ India–EU વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને “નવા યુગની શરૂઆત” ગણાવી અને જણાવ્યું કે આ કરાર માત્ર આર્થિક સહયોગ પૂરતો સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય, સ્થિર અને ભવિષ્યમુખી સપ્લાય ચેઇનનું નિર્માણ કરવાનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે આંકડાઓ સાથે India–EU સંબંધોની ઊંડાઈ દર્શાવી. EU ના દેશોમાં ભારતીય રોકાણ આશરે 40 અબજ યુરો છે, જ્યારે 6,000 થી વધુ યુરોપિયન કંપનીઓ ભારતમાં કાર્યરત છે. આ સાથે, યુરોપમાં લગભગ 1,500 ભારતીય કંપનીઓ સક્રિય છે. છેલ્લા દસ વર્ષમાં India–EU વચ્ચે વેપાર 180 બિલિયન યુરો સુધી પહોંચ્યો છે. FTAના લાભોમાં શ્રમ-આધારિત ઉદ્યોગો, ટેક્સટાઇલ, રત્ન અને આભૂષણ, ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, કૃષિ અને मत્સ્યઉદ્યોગને યુરોપિયન બજારમાં વિસ્તૃત પ્રવેશ મળશે, જેનાથી ખેડૂતો અને માછીમારોની આવકમાં વધારો શક્ય છે. IT, એજ્યુકેશન, બિઝનેસ સર્વિસીસ અને ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રોમાં પણ નવી તકો ઊભી થશે. વડાપ્રધાન મોદીએ ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મુક્યો અને ગ્રીન હાઈડ્રોજન, સોલર એનર્જી, સર્ક્યુલર ઇકોનોમી, વોટર મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચર ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને રોકાણ વધારવાની અપીલ કરી. તેમણે પૂછ્યું કે શું ભારત અને યુરોપ મળીને ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, સેમિકન્ડક્ટર ચિપ્સ જેવા ક્ષેત્રોમાં બાહ્ય નિર્ભરતા ઘટાડીને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવી શકે? PM મોદીએ આ કરારને વિશ્વ માટે મજબૂત સંદેશ તરીકે વર્ણવ્યું અને જણાવ્યું કે India–EU FTA બિઝનેસ, નોકરીઓ અને નવી વૃદ્ધિ માટે નવી તકો લાવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલને લઇ અમેરિકા આક્રમક, ટ્રમ્પના નાણામંત્રીએ યુરોપને ‘ધોખેબાજ’ ગણાવ્યા
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતા જ અંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ સર્જાઇ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી અમેરિકી સરકારના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે યુરોપિયન દેશો પર અગ્રેસિવ ટિપ્પણીઓ કરતાં આક્રોશ વ્યક્ત કર્યો. અમેરિકી નાણામંત્રીની ચિંતા: સ્કૉટ બેસેન્ટે જણાવ્યું કે, “અમારે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25% થી લઈને 50% સુધી ટેરિફ લગાવ્યા, પરંતુ યુરોપિયન દેશો તેની સામે ઊભા રહેવાને બદલે ભારત સાથે વ્યાપારિક સોદાઓ કરી રહ્યા છે.” તેમણે યુરોપીયન દેશો પર આરોપ લગાવ્યો કે તેઓ રશિયાના તેલ માધ્યમથી પરોક્ષ રીતે પોતાના જ વિરુદ્ધ યુદ્ધનું ફંડિંગ કરી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે યુએસ-ભારત વ્યાપાર વાટાઘાટો ધીમા રહી રહ્યા છે, જ્યારે યુરોપે બાજી મારી લીધી છે. ભારત-ઈયુ ટ્રેડ ડીલની વિશેષતાઓ: – આ વાટાઘાટો 2007થી ચાલી રહ્યા હતા, એટલે કે 18 વર્ષ પછી સફળતા મળી. – આ ડીલ ભારતીય અર્થતંત્ર માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે. – ડીલથી બંને પક્ષો વચ્ચે રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે. – હાલ કાયદાકીય તપાસ ચાલી રહી છે, અને વર્ષ 2026માં હસ્તાક્ષર થવાની સંભાવના છે. પીએમ મોદી અને યુરોપિયન નેતાઓ વચ્ચે શિખર બેઠક: આ ઐતિહાસિક કરારની ઔપચારિક જાહેરાત 27 જાન્યુઆરીએ ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલનમાં કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. કરારને અમલમાં લાવવા માટે યુરોપિયન સંસદની મંજૂરી જરૂરી છે, જ્યારે ભારતમાં કેન્દ્રીય કેબિનેટની સંમતિ બાદ તે 2027ની શરૂઆતથી પ્રભાવી બની શકે છે. ભારત વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનવાની દિશામાં દ્રઢપદે આગળ વધી રહ્યું છે. આ ડીલથી યુરોપ સાથેના વ્યાપાર સંબંધ મજબૂત થશે, જ્યારે અમેરિકાની આ નારાજગી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભારત અને કેનેડા ફરીથી FTA માટે ટેબલ પર, વાટાઘાટોની રૂપરેખા પર કામ શરૂ
ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સંબંધો ફરી સક્રિયતા પામવા જઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશો હાલ મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેના Terms of Reference (ToR) નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. ToR એ તે પ્રક્રિયા છે જેના દ્વારા આગળની વાટાઘાટો માટે રૂપરેખા, પ્રાથમિકતાઓ અને વ્યાપાર ક્ષેત્ર નક્કી થાય છે. આ નિર્ણય એ દર્શાવે છે કે રાજકીય મતભેદો હોવા છતાં, ભારત અને કેનેડા આર્થિક સહયોગ વધારવા માટે ઉત્સુક છે. અગાઉ 2023માં આ FTA વાટાઘાટો રોકાઈ ગયા હતા, પરંતુ હવે બંને દેશો ફરીથી આને આગળ વધારવા તૈયાર છે. વિશ્વ અર્થવ્યવસ્થામાં વેપાર અને રોકાણ વધારવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે. વાટાઘાટો સફળ થયા, તો વેપારીઓ અને રોકાણકારો માટે નવી તકો અને બજારો ખુલશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in









