📱 એક ક્લિકની ભૂલ બની શકે મોટું નુકસાન!

સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીથી કેવી રીતે બચશો? અમદાવાદ: સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. Facebook, Instagram, WhatsApp, Telegram અને અન્ય પ્લેટફોર્મ્સ પર લોકો વધુ સમય વિતાવી રહ્યા છે. પરંતુ તેની સાથે ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાયબર ઠગો વિવિધ રીતો અપનાવી લોકોને આર્થિક અને વ્યક્તિગત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. નકલી પ્રોફાઇલ, ફેક લિંક્સ, લોટરી જીત્યાના મેસેજ, નકલી નોકરીની ઓફર, રોકાણ પર વધુ નફાના વાયદા અને OTP અથવા બેંકિંગ માહિતી માંગતા મેસેજ જેવી છેતરપિંડીની રીતો આજે સામાન્ય બની ગઈ છે. આવા સંજોગોમાં દરેક સોશિયલ મીડિયા યુઝરે સાવચેત રહેવાની જરૂર છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ તરત સ્વીકારવો નહીં. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતા…

અમદાવાદમાં મિલકત વેચાણના બહાનાં હેઠળ કરોડોની છેતરપીંડી, વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં એક મહત્વનો રિયલ એસ્ટેટ ઘોટાળો સામે આવ્યો છે, જ્યાં મિલકત વેચાણના બહાને એક વેપારી સાથે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટી દ્વારા કમલેશભાઈ ગોંડલિયા અને તેમના પરિવાર સામે આશરે રૂપિયા 6 કરોડના ઠગાઈના આરોપો સાથે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. શું છે આરોપ? આ આરોપ તક્ષશીલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તથા તેના માલિકોએ મિલકત વેચાણના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હોવા છતાં: – કાયદેસર દસ્તાવેજો આપ્યા નથી, – ઘણી મિલકતોમાં ડુપ્લીકેટ વેચાણ કરાયું છે, – ખરીદદારને કબજો આપવામાં આવ્યો નથી, – મિલકત પર બૅંક લોન પણ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં શું જણાવાયું? ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટીએ જણાવ્યું કે તક્ષશીલા એલિગ્ના સ્કીમ (એલીસબ્રિજ, અમદાવાદ) અંતર્ગત 6 ફ્લેટો માટે રૂ.…