આર્થિક ગોઠવણ: AMCમાં સિક્યોરિટીના નામે ‘સેફ ગેમ’? 13 વર્ષમાં ₹325 કરોડનું આંધણ, જનતાના ટેક્સના પૈસા બાઉન્સરોના વટમાં હોમાયા!
પંકજ મકવાણા – અમદાવાદ: શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્રજાની સેવા માટે છે કે સત્તાધીશોના ‘વિઆઈપી કલ્ચર’ના રક્ષણ માટે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લા ૧૩ વર્ષમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોના નામે ₹૩૨૫.૪૬ કરોડ જેવી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે શાસકો પોતાની આસપાસ બાઉન્સરો રાખીને જનતાના પૈસે વટ પાડી રહ્યા છે. સિક્યોરિટી એજન્સીઓનો ‘ધીકતો ધંધો’ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યોરિટી પૂરી પાડતી એજન્સીઓ માટે આ વ્યવસાય સોનાની લગડી સાબિત થયો છે. વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૫-૨૬ સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ખર્ચનો આંકડો સતત ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦ થી ૨૦૨૫) આ ખર્ચમાં તોતિંગ વધારો જોવા મળ્યો…
1,200 કરોડ રોકાણ કૌભાંડ: ઢીલી તપાસ સામે રોકાણકારોનો વિરોધ અને આંદોલન
થાણેમાં રૂ. 1,200 કરોડના મોટા રોકાણ કૌભાંડના સેંકડો પીડિત રોકાણકારોએ પોલીસની ધીમી કાર્યવાહી સામે પોલીસ કમિશનરની ઓફિસ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ કેસની ઝડપી અને અસરકારક તપાસ કરવા તેમજ છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં પરત અપાવવાની માંગ ઉઠાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં અંદાજે 11,000 રોકાણકારો સાથે રૂ. 1,200 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ગયા મહિને આ મામલે કાર્યવાહી કરતા ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓમાં મુખ્ય આરોપી સમીર નાવેકર, તેની પત્ની નેહા નાવેકર અને તેમના સહયોગી અમિત પલાવનો સમાવેશ થાય છે. એક સંકલિત કાર્યવાહીમાં થાણે પોલીસની આર્થિક ગુના શાખાએ પડોશી રાજ્ય ગુજરાતમાંથી આ ત્રણેને ઝડપી લીધા હતા. પુણે, કોલ્હાપુર, જલગાંવ અને રત્નાગિરી સહિતના વિવિધ…
126 બેંક ખાતાઓ મારફતે 460 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (GSCOE) દ્વારા શેરબજારમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારોને છેતરનાર એક સુવ્યવસ્થિત સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગે 126 બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ગુજરાત સહિત દેશના 27 રાજ્યોમાં 460 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. નકલી એપ અને વોટ્સએપ ગ્રુપથી ફસાવાતા રોકાણકારો અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ વોટ્સએપ મારફતે લોકોને સંપર્ક કરી પોતાને રજિસ્ટર્ડ બ્રોકર કંપનીના અધિકારી તરીકે ઓળખાવતા હતા. બાદમાં ભોગ બનનારાઓને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને “ROCKCREEAK” નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવાતી હતી. આ એપ મારફતે: રજીસ્ટ્રેશન, લોગિન અને વેરિફિકેશન કરાવવામાં આવતુ શેર ટ્રેડિંગ માટે વિવિધ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવાતાં વોલેટમાં ખોટો, જંગી નફો બતાવવામાં…









