આર્થિક ગોઠવણ: AMCમાં સિક્યોરિટીના નામે ‘સેફ ગેમ’? 13 વર્ષમાં ₹325 કરોડનું આંધણ, જનતાના ટેક્સના પૈસા બાઉન્સરોના વટમાં હોમાયા!

પંકજ મકવાણા – અમદાવાદ:
શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્રજાની સેવા માટે છે કે સત્તાધીશોના ‘વિઆઈપી કલ્ચર’ના રક્ષણ માટે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લા ૧૩ વર્ષમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોના નામે ₹૩૨૫.૪૬ કરોડ જેવી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે શાસકો પોતાની આસપાસ બાઉન્સરો રાખીને જનતાના પૈસે વટ પાડી રહ્યા છે.

સિક્યોરિટી એજન્સીઓનો ‘ધીકતો ધંધો’

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યોરિટી પૂરી પાડતી એજન્સીઓ માટે આ વ્યવસાય સોનાની લગડી સાબિત થયો છે. વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૫-૨૬ સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ખર્ચનો આંકડો સતત ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦ થી ૨૦૨૫) આ ખર્ચમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે આ એજન્સીઓ રાજકીય વગ ધરાવે છે, જેના કારણે નિયમોના ભંગ છતાં તેમની સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી.

જનતાના પૈસે જનતાને જ રોકવાનો ખેલ?
સૌથી વધુ ચોંકાવનારો મુદ્દો એ છે કે જ્યારે શહેરના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારના રહીશો રોડ, ગટર કે પાણીની સમસ્યા લઈને મ્યુનિસિપલ કચેરીએ પહોંચે છે, ત્યારે આ જ સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરો તેમને અટકાવવા માટે ‘ઢાલ’ તરીકે વપરાય છે. વિપક્ષનો આક્ષેપ છે કે શાસક પક્ષ નાગરિકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયો છે, તેથી અસંતોષને દબાવવા માટે બાઉન્સરોનો આશરો લેવામાં આવી રહ્યો છે.

મુખ્ય આક્ષેપો અને વાસ્તવિકતા: વિગત વિપક્ષનો આક્ષેપ /વાસ્તવિકતા
કુલ ખર્ચ ૧૩ વર્ષમાં ₹૩૨૫.૪૬ કરોડ જેવી જંગી રકમની ચૂકવણી.
શોષણનો આક્ષેપ એજન્સીઓ ગાર્ડ્સને ઓછો પગાર આપી આર્થિક શોષણ કરે છે.
રાજકીય મિલીભગત એજન્સીઓ છેક ઉપર સુધીના અધિકારીઓને ‘સાચવતી’ હોવાનો ગંભીર આક્ષેપ.
VIP કલ્ચર પગી કે ચોકીદારને બદલે બાઉન્સરો રાખીને સત્તાનો દેખાડો કરવાની વૃત્તિ!

કયા વર્ષમાં સિક્યોરિટી એજન્સીઓને કેટલા રૂપિયા ચૂકવાયા

1]. 2012-13 – 10,77,98,544
2]. 2013-14 – 13,21,67,022
3]. 2014-15 – 14,09,55,179
4]. 2015-16 – 16,63,24,527
5]. 2016-17 – 15,36,00,915
6]. 2017-18 – 16,15,30,963
7]. 2018-19 – 15,44,51,588
8]. 2019-20 – 13,87,00,641
9]. 2020-21 – 31,66,77,347
10]. 2021-22 – 37,39,89,988
11]. 2022-23 – 34,93,92,703
12]. 2023-24 – 44,10,79,547
13]. 2024-25 – 49,37,99,127
14]. 2025-26 – 12,41,69,246

કુલ રકમ: 325,46,37,337/-

પારદર્શિતા ક્યાં?
સાર્વજનિક મિલકતોની સુરક્ષા અનિવાર્ય છે, પરંતુ સુરક્ષાના નામે ‘વટ’ પાડવો અને માનીતી એજન્સીઓને કરોડોના કોન્ટ્રાક્ટ લ્હાણીમાં આપવા એ ગંભીર તપાસનો વિષય છે. વર્ષ ૨૦૨૦ પછી ખર્ચમાં થયેલો અચાનક ઉછાળો સૂચવે છે કે આ માત્ર સુરક્ષાનો પ્રશ્ન નથી, પણ વ્યવસ્થિત આર્થિક ગોઠવણ હોઈ શકે છે.

શું આ ખર્ચ અંગે કોઈ તટસ્થ ઓડિટ થશે? શું ઓછો પગાર લેતા સિક્યોરિટી ગાર્ડ્સના હિતમાં કોઈ પગલાં લેવાશે? જનતા એ જાણવા માંગે છે કે તેમના ટેક્સના પૈસા રોડ-રસ્તા સુધારવામાં વપરાશે કે નેતાઓના બાઉન્સરોનો પગાર ચુકવવામાં?+

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

2027ની ચૂંટણી પહેલા BJP પંજાબમાં 13 દિવસના ડ્રગ વિરોધી અભિયાનની યોજના બનાવી રહ્યું….

-> ચૂંટણી પહેલા નશાનો મુદ્દો કેન્દ્રમાં લાવવાની તૈયારી, 117 વિધાનસભા બેઠકો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ; AAP સરકારને ઘેરવાની તૈયારી : પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) હવે રાજ્યમાં નશાની સમસ્યાને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં સામેલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BJP પંજાબમાં નશા વિરોધી અભિયાનને વધુ મોટા સ્તરે લઈ જવાની તૈયારી કરી રહ્યું છે અને લગભગ 13 દિવસ સુધી ચાલનારી વિશેષ રાજકીય-જનજાગૃતિ ઝુંબેશની યોજના પર કામ થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભાજપે સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો સુધી નશા વિરોધી યાત્રા અને કાર્યક્રમો પહોંચાડવાની યોજના બનાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષે Punjabના નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠકોમાં નશા વિરોધી…

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Life-Saving Triumph

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Ahmedabad: Ahmedabadની રાજ્ય સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલના તબીબો અને મેડિકલ ટીમે ગંભીર ટિટેનસ એટલે કે ધનુરની બીમારીથી પીડાતા 22 વર્ષીય યુવાનને 72 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ કરીને નવજીવન આપ્યું છે. રાજસ્થાનના રાજસમંદના રહેવાસી વિનોદ સોહનલાલ રેગરને અત્યંત નાજુક સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને લાંબા સમય સુધી ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. ટિટેનસની ગંભીર અસરને કારણે દર્દીને મોં ખોલવામાં મુશ્કેલી, શરીરમાં તીવ્ર અકડાઈ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ હતી. સારવાર દરમિયાન દર્દીને અનેક જટિલતાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબો,…