જૂનાગઢમાં 20 લાખની ખંડણી કેસમાં કીર્તિ પટેલને જામીન, ભવનાથ પોલીસે હાજર થવા ફરમાન

જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 20 લાખ રૂપિયાની ખંડણીના કેસમાં આરોપી Kirti Patelને અદાલતે જામીન મંજૂર કર્યો છે. કોર્ટ દ્વારા 1 દિવસના પોલીસ રિમાન્ડ પછી તેમની જામીન અરજી સ્વીકારવામાં આવી. કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં એક યુવક પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. જામીનની શરતો કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ કેટલીક શરતો આપવામાં આવી છે: – આવતીકાલે સવારે 11 વાગ્યે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવું ફરજિયાત. – કોર્ટની અન્ય શરતોનું પાલન કરવું આવશ્યક. – પોલીસે જણાવ્યું છે કે કેસની તપાસ ચાલુ છે અને જરૂરી હોવાનું જણાશે તો વધુ પૂછપરછ માટે આરોપીને બોલાવવામાં આવી શકે છે. મામલાની પાછળની ઘટનાક્રમ કીર્તિ પટેલને રાજસ્થાનના ઉદયપુર શહેરથી પકડવામાં આવ્યો. પ્રથમ રિમાન્ડ દરમિયાન પોલીસએ…

કીર્તિ પટેલની ધરપકડ: રાજસ્થાનથી જુનાગઢ લાવવામાં આવી, 3 ગુનાઓનો મામલો નોંધાયો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી લઈને જુનાગઢ પોલીસે લાવ્યો છે. તેના જુનાગઢમાં ત્રણ અલગ-અલગ ગુનાઓના આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ ટીમ કીર્તિ પટેલને સીધી જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઇ ગઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. કેસની પૃષ્ઠભૂમિ મામલો મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે ઊભેલા વિવાદથી શરૂ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી ચર્ચા તેજ થઈ. જુનાગઢના યુ-ટ્યુબર અબજલ સીદાએ લાઈવ સ્ટ્રીમમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત આરોપ છે કે યુવાનને ધમકીઓ આપવામાં આવી હતી અને તેની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ દબાણને સહન ન કરી યુવાને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની સારવાર હોસ્પિટલમાં ચાલી…