સુરત પાલિકાની કામગીરી સામે સવાલ: પુણા-વરાછામાં હોટ ફિક્સ વેસ્ટના ઢગલામાં આગ
સુરત શહેરમાં હોટ ફિક્સ વેસ્ટના બેફામ નિકાલની સમસ્યા હવે માત્ર ગંદકી અને પર્યાવરણ પૂરતી સીમિત રહી નથી. પુણા-વરાછા વિસ્તારમાં રસ્તાની બાજુ, ખુલ્લી જગ્યાઓ અને ખાડી કાંઠે ઠલવાતા પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા વચ્ચે આગ લાગવાની ઘટના સામે આવતા સુરક્ષા અને ફાયર હેઝાર્ડનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. રસ્તા નજીક મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્લાસ્ટિક વેસ્ટ પડેલો હોવાને કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ટેક્સટાઇલ, એમ્બ્રોઇડરી અને હોટ ફિક્સ ઉદ્યોગોના કારણે આ વિસ્તારમાં દરરોજ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. માત્ર વરાછા વિસ્તારમાંથી જ દરરોજ અંદાજે 40 મેટ્રિક ટનથી વધુ હોટ ફિક્સ વેસ્ટ નીકળતો હોવાનો અંદાજ છે. આટલા મોટા જથ્થાના કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન માટે અસરકારક સિસ્ટમ જરૂરી છે, પરંતુ જાહેર સ્થળોએ કચરો ઠાલવવાની ફરિયાદો વચ્ચે પાલિકા…
હૉર્મુઝમાં 1500થી વધુ જહાજો પર ‘બાયોફાઉલિંગ’નું જોખમ, વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી
હૉર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી લાંબી અવરોધની સ્થિતિ માત્ર વૈશ્વિક ઈંધણ પુરવઠા અને વેપાર માટે જ પડકારરૂપ બની નથી, પરંતુ હવે તેના કારણે દરિયાઈ પર્યાવરણ સામે પણ એક ગંભીર જોખમ ઊભું થયું છે. ફારસની ખાડીમાં 1500થી વધુ કોમર્શિયલ જહાજો લાંબા સમયથી અટવાયેલા હોવાના કારણે વૈજ્ઞાનિકો અને દરિયાઈ પર્યાવરણના નિષ્ણાતોએ ‘બાયોફાઉલિંગ’ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંશોધકોના મતે આ જહાજો જ્યારે હૉર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્યા બાદ વિશ્વના અલગ-અલગ બંદરો તરફ આગળ વધશે, ત્યારે તેમની સાથે અનેક પ્રકારના દરિયાઈ સૂક્ષ્મજીવો અને અન્ય સજીવો પણ નવા વિસ્તારોમાં પહોંચી શકે છે. આ પ્રક્રિયા સ્થાનિક દરિયાઈ પર્યાવરણ માટે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શું છે બાયોફાઉલિંગ? દરિયામાં કોઈ જહાજ લાંબા સમય સુધી એક જ સ્થળે સ્થિર રહે ત્યારે તેના પાણીની અંદરના…
યુએનમાં ભારતનો પ્રસ્તાવ મંજૂર, જંગલની આગને કાબુમાં લેવાના પ્રયાસો વધુ તીવ્ર બનશે
નૈરોબીમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા (UNEA-7)માં વિશ્વભરમાં વધતી જતી જંગલની આગના સંકટને સંબોધવા માટે ભારત દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવને અનેક દેશોએ સમર્થન આપ્યું છે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આબોહવા પરિવર્તન અને માનવ પ્રવૃત્તિઓને કારણે જંગલની આગ હવે મર્યાદિત ઘટના રહી નથી. તે વધુ વારંવાર, લાંબા સમય સુધી અને વધુ તીવ્રતા સાથે ફાટી નીકળે છે. દર વર્ષે વિશ્વભરમાં લાખો હેક્ટર જંગલો બળીને ખાક થઈ રહ્યા છે, જેના કારણે હવા, માટી, પાણી, જૈવવિવિધતા અને લાખો લોકોની આજીવિકા પર ગંભીર અસર પડી રહી છે. ભારતે UNEAમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે જંગલની આગ માત્ર કોઈ એક દેશ કે વિસ્તારની સમસ્યા નથી, પરંતુ તે એક વૈશ્વિક ખતરો બની ચૂકી છે અને તેનો સામનો…









