યુએનમાં ભારતનો પ્રસ્તાવ મંજૂર, જંગલની આગને કાબુમાં લેવાના પ્રયાસો વધુ તીવ્ર બનશે

નૈરોબીમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા (UNEA-7)માં વિશ્વભરમાં વધતી જતી જંગલની આગના સંકટને સંબોધવા માટે ભારત દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવને અનેક દેશોએ સમર્થન આપ્યું છે.

પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આબોહવા પરિવર્તન અને માનવ પ્રવૃત્તિઓને કારણે જંગલની આગ હવે મર્યાદિત ઘટના રહી નથી. તે વધુ વારંવાર, લાંબા સમય સુધી અને વધુ તીવ્રતા સાથે ફાટી નીકળે છે. દર વર્ષે વિશ્વભરમાં લાખો હેક્ટર જંગલો બળીને ખાક થઈ રહ્યા છે, જેના કારણે હવા, માટી, પાણી, જૈવવિવિધતા અને લાખો લોકોની આજીવિકા પર ગંભીર અસર પડી રહી છે.

ભારતે UNEAમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે જંગલની આગ માત્ર કોઈ એક દેશ કે વિસ્તારની સમસ્યા નથી, પરંતુ તે એક વૈશ્વિક ખતરો બની ચૂકી છે અને તેનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત પ્રયાસોની જરૂર છે.

યુએનના અહેવાલ મુજબ, જો હાલનું વલણ યથાવત્ રહ્યું તો 2030 સુધીમાં જંગલની આગમાં 14%, 2050 સુધીમાં 30% અને 2100 સુધીમાં 50% સુધીનો વધારો થવાની શક્યતા છે.

ભારતના આ પ્રસ્તાવની મંજૂરી બાદ હવે વૈશ્વિક સ્તરે જંગલની આગને અટકાવવા, આગોતરા ચેતવણી પ્રણાલીઓ વિકસાવવા અને સંયુક્ત વ્યૂહરચનાઓ ઘડવા પર વધુ ભાર મૂકવામાં આવશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

કેન્દ્રીય મંત્રીમંડળના ચાર મોટા નિર્ણયો: PM-Kisanને 5 વર્ષની મુદતવધારો, ‘સમુદ્ર મંથન’ યોજનાને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં ખેડૂતોની આર્થિક સુરક્ષા, સ્વચ્છ ઊર્જાના પ્રોત્સાહન, રમતગમતના વિકાસ અને દરિયાઈ અર્થતંત્રને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ચાર મહત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયો દેશના કરોડો નાગરિકો માટે લાભદાયી સાબિત થશે અને વિવિધ ક્ષેત્રોના વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય મંત્રીમંડળના PM-Kisan યોજનાને પાંચ વર્ષનો વધારો કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મંત્રીમંડળની બેઠકમાં સરકારના જણાવ્યા મુજબ, યોજના…