Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત
અમદાવાદના ધોળકામાં આવેલ કેડીલા કંપનીમાં એક દુર્ઘટના બની હતી. કેડીલા કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષ કર્મચારી અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનામાં એક મહિલા કર્મચારી, વર્ષા બેન રાજપૂતનું દુઃખદ મૃત્યુ થયું છે. અન્ય 3 કર્મચારીઓ, જેમની હાલત ગંભીર છે, તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યા આ તમામ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે. આ પણ વાંચો :- Surat : સુરત પોલીસ એક્શન મોડમાં, ઉધનામાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર ફર્યુ બુલડોઝર જો કે, હજુ સુધી આ કર્મચારીઓ કેમ કંપનીના વોશરૂમમાં બેભાન થઈ ગયા તે કારણ અકબંધ છે. હાલમાં મૃતક મહિલા કર્મચારીને PM રિપોર્ટ માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પેનલ ડોક્ટર દ્વારા મૃતક મહિલાનું પીએમ કરવામાં આવશે. આ સિવાય FSLની પણ…
gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ
ગુજરાત વિધાનસભા ખાતે એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે :- જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે…








