EPFOનો મોટો નિર્ણય: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે PFની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ (PF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવતી પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી PFના દાયરાથી બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોના મતે, આ પગલું સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે. EPFOનો શું છે હાલનો નિયમ? હાલની વ્યવસ્થા મુજબ જે કર્મચારીઓનો…

8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર, કેટલા કર્મચારીનો કેટલો વધશે પગાર?

કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચની ભલામણોને મંજૂરી આપ્યા પછી ગ્રુપ A, B, C અને Dના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. પેન્શનરોના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોના અમલની રાહ જોઈ રહ્યા છે. નવું પગાર ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે, જે વર્તમાન બેસિક સેલેરીને ગુણાકાર કરીને નવી બેસિક સેલેરી નક્કી કરે છે. ફિટમેન્ટ ફેક્ટર શું છે? ફિટમેન્ટ એ એક ગુણાંક છે, જેના આધારે વર્તમાન પગારને ગણતરી કરીને નવી પગારરકમ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે 6ઠ્ઠા પગાર પંચમાં 7,440 રૂપિયા નાં પગાર વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો. 8મા પગાર પંચના અંદાજિત પગાર વધારો: ફિટમેન્ટ ફેક્ટર 2.15 પર: – લેવલ 1…

8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરશે. સરકાર દ્વારા કમિશનને 18 મહિનાની અવધિ આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે 2027ના મધ્ય સુધી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? હાલ રિપોર્ટ 2027માં આવશે, પરંતુ સરકારના નિયમો મુજબ પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે નવો પગાર પછી લાગશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી ગણાશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ પાછલા સમયથી મળશે. શું DA,…

હર્ષ સંઘવીએ આપી GSRTCના કર્મચારીઓને દિવાળી ભેટ, 10,000 રૂપિયાની તહેવાર પેશગી એડવાન્સ જાહેર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા GSRTCના 36,000થી વધુ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમના હસ્તકમાં પહેલા યોજાયેલી બેઠકમાં GSRTCના કર્મચારીઓને ₹10,000 સુધીની ‘તહેવાર પેશગી એડવાન્સ’ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાથી ફિક્સ પગાર ધરાવતી સીમિત સંખ્યાના કર્મચારીઓને ₹5,000 સુધીની પેશગી મળતી હતી, જે હવે બમણો વધારીને તમામ કર્મચારીઓ માટે લાવી દીધી છે. આ પગલાંથી GSRTCના કર્મચારીઓને તેમની મહેનત અને યોગદાને માન્યતા મળે તેવી આશા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીે જણાવ્યું કે, રાત દિવસ પરિશ્રમ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આ નિર્ણય લેવાયો છે જેથી તેઓને સહારો મળે. સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ 26મીથી 30મી ઓક્ટોબર સુધી રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને જળ બચાવ માટે વિશેષ ડ્રાઈવ યોજાશે. આ ઝુંબેશ…

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?, પગાર કેટલો વધશે? વાંચો સંપૂર્ણ વિગતો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે, તો 2026થી નવા પગાર ધોરણો લાગુ થઈ શકે છે અને પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. નવો પગાર કેટલો થશે?, જાણો ગણતરી સાથે વિસ્તૃત જાણકારી અનુસાર, 8મા પગાર પંચમાં નવા ફિટમેન્ટ ફેક્ટર તરીકે 1.92 લાગુ થવાની શક્યતા છે. હાલમાં ન્યૂનતમ બેસિક પગાર છે ₹18,000, જે નવી ગણતરી પ્રમાણે એવું બની શકે છે: નવી બેસિક પે = ₹18,000 × 1.92 = ₹34,560 એટલે કે ફક્ત મૂળ પગારમાં ₹16,560નો સીધો ઉછાળો. આ ઉપરાંત, જ્યારે ડિઅરનેસ એલ્લોવન્સ (DA), હાઉસ રેન્ટ એલ્લોવન્સ (HRA), ટ્રાવેલ એલાવન્સ (TA) અને અન્ય ભથ્થાં…