EDનો મોટો દરોડો: ઓનલાઈન બેટિંગ કેસમાં યુપીના યુટ્યુબરની લક્ઝરી કારો જપ્ત
લેમ્બોર્ગિની, મર્સિડીઝ સહિત ચાર વાહનો જપ્ત; દુબઈમાં રોકાણ અને હવાલા મારફતે લેવડદેવડની શંકા ઓનલાઈન ગેરકાયદેસર બેટિંગ નેટવર્ક સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઉત્તર પ્રદેશના એક યુટ્યુબરની અનેક લક્ઝરી કારો જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ બુધવારે જણાવ્યું. ED દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન લેમ્બોર્ગિની ઉરસ, મર્સિડીઝ, ફોર્ડ એન્ડેવર અને મહિન્દ્રા થાર સહિતની લક્ઝરી કારો વિવિધ સ્થળોએ કરવામાં આવેલી દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવી છે. આ દરોડા ઉન્નાવ જિલ્લાના મૂળ રહેવાસી અને ઑનલાઇન ક્રિકેટ ઇન્ફ્લુએન્સર અનુરાગ દ્વિવેદી સાથે સંકળાયેલા સ્થળો તેમજ તેમના સગાસંબંધીઓના ઘરો પર પાડવામાં આવ્યા હતા. ED દ્વારા લખનઉ, ઉન્નાવ અને નવાબગંજ ખાતે કુલ નવ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન દુબઈમાં રિયલ એસ્ટેટમાં કરવામાં આવેલા રોકાણ…







