દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે.જેમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ગેર કાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.જેની કરોડો રૂપિયા બજાર કિંમત છે. મળતી માહિતી મુજબ, હવે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 106 જેટલા ધાર્મિક દબાણોને નોટિસો આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, જેમાં મોટા ભાગના મંદિરોનો સમાવેશ થાય છે. આ પણ વાંચો :- ગુજરાતમાં ગરમી પડવાની શરુઆત, મહત્તમ તાપમાનમાં થશે વધારો સમગ્ર બાબતે કલ્યાણપુરના નાયબ મામલતદાર પીયૂષ બોદરે જણાવ્યું…

રાજ્યમાં બે ગંભીર અકસ્માત, 4ના મોત, 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાં દિનપ્રતિદિન અકસ્માતમાં મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. પોરબંદર નજીક યાત્રાળુઓને અકસ્માત નડ્યો જ્યારે અન્ય દાદરા નગર હવેલીમાં અકસ્માતની ઘટના બની હતી. બંને અકસ્માતની ઘટનામાં કૂલ 4 લોકોના મોત નિપજ્યા જ્યારે 12 લોકોને ગંભીર ઇજા પંહોચી છે. -> દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માત :- દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. પોરબંદર નજીક કુછડી ગામ પાસે મીની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. મીની બસમાં 19 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં કર્ણાટકનો પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. કર્ણાટકનો પરિવાર સોમનાથથી દ્વારકા જતા હતા. ત્યારે અકસ્માત ઘટનાનો ભોગ બન્યા. કછુડી ગામ પાસે મીની બસની ટ્રક સાથે જોરદાર ટક્કર થતાં કર્ણાટક પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા. જ્યારે અન્ય 12 યાત્રાળુઓને ગંભીર ઇજાને…