રાજ્યમાં બે ગંભીર અકસ્માત, 4ના મોત, 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાં દિનપ્રતિદિન અકસ્માતમાં મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. પોરબંદર નજીક યાત્રાળુઓને અકસ્માત નડ્યો જ્યારે અન્ય દાદરા નગર હવેલીમાં અકસ્માતની ઘટના બની હતી. બંને અકસ્માતની ઘટનામાં કૂલ 4 લોકોના મોત નિપજ્યા જ્યારે 12 લોકોને ગંભીર ઇજા પંહોચી છે.

-> દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માત :- દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. પોરબંદર નજીક કુછડી ગામ પાસે મીની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. મીની બસમાં 19 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં કર્ણાટકનો પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. કર્ણાટકનો પરિવાર સોમનાથથી દ્વારકા જતા હતા. ત્યારે અકસ્માત ઘટનાનો ભોગ બન્યા. કછુડી ગામ પાસે મીની બસની ટ્રક સાથે જોરદાર ટક્કર થતાં કર્ણાટક પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા. જ્યારે અન્ય 12 યાત્રાળુઓને ગંભીર ઇજાને પગલે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

-> બસ ચાલકે સર્જ્યો અકસ્માત :- રાજ્યમાં અન્ય એક અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. દાદરા નગર હવેલીમાં એસટી બસના ચાલકે યુવાનોને અડફેટે લીધા હતા. ST બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોંગ સાઈડ પર જતી રહી અને રોડ પર ચાલતા બે યુવાનોને ટક્કર મારી હતી. ગંભીર ઈજાને પગલે 2 યુવાનોનું મોત નિપજયું છે. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ અને પોલીસને જાણ કરી હતી.આ દરમિયાન એસટી ચાલક ફરાર થઈ ગયો હતો.

-> પોલીસે આરોપીને પકડવા તપાસ શરુ કરી :- પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને યુવાન લવાસાના હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનોના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર એસટી ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *