અમેરિકાએ વેનેઝુએલાના દરિયાકાંઠે તેલ ટેન્કર જપ્ત કર્યું; ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ યોજનાની જાહેરાત
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુએસ દળોએ વેનેઝુએલાના દરિયાકાંઠે એક મોટું તેલ ટેન્કર જપ્ત કર્યું છે. ટ્રમ્પના મતે, આ અત્યાર સુધી જપ્ત કરાયેલ સૌથી મોટું ટેન્કર છે. આ પગલું વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર દબાણ વધારવાના ભાગરૂપે લેવાયું હોવાનું માનવામાં આવે છે. યુએસ કોસ્ટ ગાર્ડ અને નેવીએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. એક દિવસ પહેલા જ, યુએસ દળોએ વેનેઝુએલાના અખાત પર ફાઇટર જેટ ઉડાવ્યા હતા, જે છેલ્લા વર્ષોમાં પહેલીવાર નજીકથી ઉડાન ભર્યું હોવાનું નોંધાયું છે. આ પગલાં દ્વારા અમેરિકાએ દરિયાઈ ડ્રગ-ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક તપાસ ચાલુ રાખી છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં જમીન પર વધુ કાર્યવાહી થઈ શકે છે, જોકે વિસ્તૃત વિગતો આપી…
અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને અમેરિકા, ટ્રંપના નિવેદનો અને ભારત–રશિયા સંબંધોને લઈને સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા આપી. મોદી દબાણમાં ન ઝુકાય એવા નેતા – પુતિન પુતિને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈના દબાણ હેઠળ નિર્ણય લેતા નથી. તેમણે કહ્યું, “ન હું, ન મોદીજી કોઈના દબાણમાં ઝુકતા નથી. ભારતની મજબૂત અને સ્વતંત્ર વિદેશ નીતિને આખું વિશ્વ સમજે છે.” પુતિને “મેક ઇન ઇન્ડિયા” અને “મેક ઇન રશિયા” મોડલને એકબીજાનું પૂરક ગણાવતા દ્વિપક્ષીય ઉદ્યોગિક સહકારને વૈશ્વિક અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ લાભદાયક ગણાવ્યો. ટ્રંપના આક્ષેપ પર તીખો પ્રહાર જ્યારે ડોનાલ્ડ ટ્રંપે ભારત–રશિયા તેલ વ્યવહારને યુદ્ધનું કારણ ગણાવ્યું…
અમેરિકાઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વ્હાઇટ હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત, જાણો વિગત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 2018માં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ આ તેમની પહેલી મુલાકાત છે. ટ્રમ્પે ક્રાઉન પ્રિન્સનું લશ્કરી સન્માન, ફ્લાયઓવર અને મરીન બેન્ડ સાથે સ્વાગત કર્યું. ખાશોગીની હત્યાથી બંને દેશો વચ્ચે તણાવ આવ્યો હતો, પરંતુ સાત વર્ષ પછી સંબંધો સામાન્ય થાય તેવા લક્ષણો દેખાયા. ટ્રમ્પે ખાશોગી કેસ પર પ્રશ્નો ટાળ્યા અને ક્રાઉન પ્રિન્સના માનવાધિકાર સુધારાઓની પ્રશંસા કરી. અબજ ડોલરના રોકાણો અને નવા સોદા ક્રાઉન પ્રિન્સે જાહેરાત કરી કે સાઉદી અરેબિયા યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના રોકાણને 1 ટ્રિલિયન ડોલર સુધી વધારશે. બંને દેશોએ અનેક મોટા વેપાર અને સંરક્ષણ સોદાઓ તૈયાર કર્યા છે. બુધવારે વોશિંગ્ટનમાં એક મુખ્ય રોકાણ પરિષદ પણ યોજાશે, જેમાં સેલ્સફોર્સ, ફાઇઝર, શેવરોન…
“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી મારા મિત્ર છે. અમે વારંવાર વાત કરીએ છીએ અને તેમણે મને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. અમે તારીખ નક્કી કરીશું.” જ્યારે તેમને પૂછાયું કે તેઓ આવતા વર્ષે ભારત આવી શકે છે કે નહીં, તો ટ્રમ્પ હસતાં જવાબ આપ્યા, “કદાચ, હા.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકાના વચ્ચે વેપાર કરારો અને વાટાઘાટો હજુ ચાલુ છે. ટ્રમ્પએ કહ્યું કે કેટલાક વેપાર મુદ્દાઓ પર મતભેદ છે, પરંતુ તેમની ટીમ તે મુદ્દાઓ પર કાર્યરત છે. ભારત-અમેરિકા વેપાર અને રાજકીય સંબંધો: ટ્રમ્પએ જણાવ્યું કે ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર કરાર અંગે ચર્ચા…
“કાયદાના દાયરામાં રહો અમેરિકા”, સંયુક્ત રાષ્ટ્રે ટ્રમ્પને આપ્યું અલ્ટીમેટમ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ (UNHRC) એ અમેરિકાના તાજેતરના લશ્કરી હુમલાઓ પર તીખી પ્રતિક્રિયા આપતા યુનાઇટેડ સ્ટેટ્સને કડક ચેતવણી આપી છે. આ હુમલાઓ કેરેબિયન અને પેસિફિક મહાસાગરમાં કથિત ડ્રગ હેરફેર કરતી બોટો પર કરવામાં આવ્યા હતા, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. UNHRCના વડા વોલ્કર તુર્કે જણાવ્યું કે આ કાર્યવાહી “આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન” છે અને “ન્યાયિક હત્યા” સમાન છે. તેમણે અમેરિકા સામે અલ્ટીમેટમ જાહેર કરતા કહ્યું કે, “વોશિંગ્ટનને આવા ઘાતક હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે.” “ઘાતક બળનો કોઈ વાજબી ઉપયોગ નથી”: વોલ્કર તુર્ક વોલ્કર તુર્કે કહ્યું કે ડ્રગ હેરફેર સામે લડવું જરૂરી છે, પરંતુ “ઘાતક હુમલો ઉકેલ નથી.” તેમના કહેવા પ્રમાણે, કાયદા અનુસાર ઘાતક બળનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈના…
ડોનાલ્ડ ટ્રમ્પને પુતિને આપ્યો ઝટકો: રશિયન રાષ્ટ્રપતિએ અમેરિકા સાથેની પ્લૂટોનિયમ ડીલ કરી કેન્સલ
યુક્રેન યુદ્ધને લઈ રશિયા અને અમેરિકામાં તણાવ વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ અમેરિકાને સાથે 15 વર્ષથી ચાલી રહેલો પ્લૂટોનિયમ નિકાસ કરાર (Plutonium Deal) પૂર્ણપણે રદ કરી દીધો છે. પુતિના હસ્તાક્ષર સાથે ડીલ સમાપ્તિ રાષ્ટ્રપતિ પુતિએ આ કરાર રદ કરવા માટે રજૂ કરાયેલા પ્રસ્તાવ પર સહી કરી દેતા ડીલ તરત અમલમાં આવી ગયો. પુતિનનો મુખ્ય ઉદ્દેશ પરમાણુ હથિયારો બનાવવા માટે જરૂરી પ્લૂટોનિયમની ઉત્પાદન મર્યાદા નિયંત્રિત કરવાનો છે. આ કાયદો રશિયન સંસદના નીચલા ગૃહ દ્વારા આ મહિનાની શરૂઆતમાં મંજૂર થયો હતો અને ઉપલા ગૃહ, ફેડરેશન કાઉન્સિલે આને સમર્થન આપ્યું. કઈ રીતે થયો પ્લૂટોનિયમ કરારનો ઇતિહાસ આ કરાર રશિયા અને અમેરિકાના વચ્ચે સપ્ટેમ્બર 2000માં કરવામાં આવ્યો હતો. કરાર…
ટ્રમ્પના ટેરિફની અસર ભારત પર નહીં!, IMF અને વર્લ્ડ બેંકે વધારો કર્યો ભારતના વિકાસ દરમાં
વિશ્વભરમાં વધતા ટેરિફ અને આર્થિક દબાણ વચ્ચે પણ ભારતનો વિકાસ દર મજબૂત ગતિથી આગળ વધી રહ્યો છે. અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ પણ, IMF (International Monetary Fund) અને વિશ્વ બેંક (World Bank) બંનેએ ભારત માટે વિકાસ દરમાં વધારો દર્શાવ્યો છે. IMFએ શું કહ્યું? IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.6% કર્યો છે, જે અગાઉ 6.4% હતો. આ વધારો ભારતના મજબૂત પહેલા ત્રિમાસિક પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં ભારતની સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરાયો છે. જોકે, 2026-27 માટે આ સંસ્થા ભારતનો વૃદ્ધિ દર થોડો ઘટાડી 6.2% કર્યો છે. વિશ્વ બેંકનું અનુમાન: ગયા અઠવાડિયે વિશ્વ બેંકે પણ ભારત માટે 2025-26 માટે વૃદ્ધિ દર 6.5% કર્યો છે (પહેલા 6.3%). પરંતુ તેણે આગામી વર્ષ માટે આ દર…
PM મોદીએ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું, જાણો શું કહ્યું
દક્ષિણ પશ્ચિમ એશિયામાં તણાવના માહોલ વચ્ચે એક શાંતિસભર દ્રશ્ય સામે આવ્યું છે. ગાઝામાં ઘણા વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, હમાસે યારના પગલાં તરીકે તમામ 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુક્તિનું હાર્દિક સ્વાગત કર્યું છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રયાસોની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. મોદીનું નિવેદન વડાપ્રધાન મોદીએ કહ્યું,”અમે બે વર્ષથી વધુ સમયથી બંધક બનાવાયેલા તમામ બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અતૂટ શાંતિ પ્રયાસો અને વડા પ્રધાન નેતન્યાહૂના દૃઢ નિશ્ચયનો પુરાવો છે.” તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે ટ્રમ્પના પ્રયાસો માટે ભારત સંપૂર્ણ સમર્થન આપે છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે મજબૂત સાથે ઉભું છે. યુદ્ધવિરામ અને બંધક કરાર –…
‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત
ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી. સર્જિયો ગોરે પીએમ મોદીને વિશેષ ભેટ આપી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની એક જૂની તસવીર, જેનું ફ્રેમિંગ કરેલું હતું અને જેમાં ટ્રમ્પની જાતે લખેલી ટિપ્પણી હતી:“શ્રીમાન વડાપ્રધાન, તમે મહાન છો.”– ડોનાલ્ડ ટ્રમ્પ આ ભેટના સંદર્ભમાં ગોરે જણાવ્યું કે “રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીએમ મોદીને એક મહાન નેતા અને નિકટમિત્ર માને છે” અને તે વાત આ ખાસ સંદેશે દર્શાવી છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા: સંરક્ષણથી ટેકનોલોજી સુધી સર્જિયો ગોરે પીએમ મોદી સાથેની મુલાકાત પછી જણાવ્યું,”અમે સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજ જેવા ઘણા દ્વિપક્ષીય…
















