Diwali 2025 : દિવાળી છે ક્યારે?, જાણો લક્ષ્મી પૂજાનું સાચું મુહૂર્ત અને તારીખ
દિવાળી, જેણે પ્રકાશના પર્વ તરીકે ઓળખાણ મેળવી છે, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં હર્ષ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરોને દીવો, લાઈટ અને રંગોળીથી શણગારે છે અને માતા લક્ષ્મીની પૂજા કરીને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. હાલમાં, દિવાળી 2025ને લઈને ઘણા લોકો ગૂંચવણમાં છે. કારણ કે કારતક અમાવસ્યા તિથિ બે દિવસ ચાલશે. તો શું દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવી જોઈએ કે પછી 21 ઓક્ટોબરના રોજ? આસો અમાસ તિથિ – ક્યારે શરૂ અને ક્યારે પૂર્ણ? અમાવસ્યા તિથિ શરૂ: 20 ઓક્ટોબર 2025, બપોરે 3:44 વાગ્યે અમાવસ્યા તિથિ સમાપ્ત: 21 ઓક્ટોબર 2025, સાંજે 5:55 વાગ્યે એટલે સાચી દિવાળી ક્યારે ઉજવવી? હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર, પ્રદોષ કાળ અને મહાનિશીથ કાળ દરમિયાન લક્ષ્મી પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.…
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ
ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા: 41 લાખના ખોરાકનો નાશ તારીખ 3થી 11 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓ દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. – કુલ જપ્ત ખાદ્ય પદાર્થો: 8,684 કિલો – નાશ કરાયેલો અખાદ્ય જથ્થો: 2,861 કિલો – જથ્થાની અંદાજિત કિંમત: ₹41 લાખ – અખાદ્ય ચીજ વસ્તુઓ સામે કડક કાર્યવાહી FDCAના અધિકારીઓએ જણાવ્યું કે સરકાર નાગરિકોના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ કરનારા પર કડક પગલાં લેશે. તહેવાર દરમિયાન: – મીઠાઈ, નમકીન અને…








