મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધાનેરાના ધારાસભ્યએ લખ્યો પત્ર, કહ્યું-મહાકુંભમાં એક ગુજરાતી થયો ગુમ

મહાકુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી લાપતા થયા છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય માવજી દેસાઈ કહ્યું છે કે, બાળકાભાઈ રબારી લાપતા થયા છે તેની જાણ ઉત્તરપ્રદેશ તંત્રને ફોટા સાથે કરવા છતાં ભાળ ન મળતા પરિવાર ચિંતિત જોવા બન્યો છે.ઉલ્લેખનિય છે કે, મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે. જો કે, ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી 29મી જાન્યુઆરીના રોજ પરિવારથી વિખુટા પડ્યા હતા. બાળકાભાઈ 29મી જાન્યુઆરીના વહેલી સવારે પરિવાર સાથે કુંભમેળામાં સ્નાન કરીને ત્યાંથી વિખૂટા પડી ગયા હતા. તેમનો હજી સુધી કોઈ પત્તો નથી. પત્રમાં જણાવ્યા પ્રમાણે, યુપી પ્રસાશનને તેમના ફોટા, નામ સાથે…