દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે. સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું…

લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત

લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી માટે લડી રહ્યા છે. દુઃખદ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું માહોલ સર્જી દીધું છે. બીજી તરફ, આ દુઃખની ક્ષણમાં વિશ્વભરના દેશોએ પણ શોક વ્યક્ત કર્યો છે. જાપાન, ઈરાન, આર્જેન્ટિના, બ્રિટન, માલદીવ અને બાંગ્લાદેશ સહિતના દેશોના રાજદૂતોએ ભારતીય લોકોને અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. જાપાનના રાજદૂત ઓનો કેઇચીએ જણાવ્યું કે, “દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી હું ખૂબ દુઃખી છું. પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે મારી ઊંડી સંવેદના છે અને ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.” ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર દુઃખ…

દિલ્હી : લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા કડક, RSS મુખ્યાલય અને હિન્દુ એકતા યાત્રા પર સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ, દેશની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. વિસ્ફોટ પછી દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ RSS મુખ્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિવિધ કેન્દ્રીય દળોના મુખ્યાલય અને દિલ્હી વિસ્તારમાં આવેલા સંરક્ષણ મથકો પર સુરક્ષા વધારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નેતૃત્વમાં યોજાનારી હિન્દુ એકતા યાત્રા માટે પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. હરિયાણા પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ યાત્રા પર નજર રાખી રહી છે. આ યાત્રા 7 ઓક્ટોબરના રોજ છતરપુરથી શરૂ થઈ હતી અને આ અઠવાડિયે વૃંદાવન પહોંચીને સમાપ્ત થવાની છે. વિસ્ફોટ…

દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા મુખ્ય છે. અંબાજી, સોમનાથ મંદિરે સુરક્ષા વધારી: શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સુરક્ષા બંદોબસ્ત સઘન રીતે વધારવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ કરતા શ્રદ્ધાળુઓ અને તેમના સામાનની ચેકિંગ તદ્દન સખત છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસના ચેકિંગ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પાસે સઘન ચેકિંગ: રાજ્યમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય…

દિલ્હી બ્લાસ્ટના તાર પુલવામા સુધી પહોંચ્યા : કાર પુલવામાના તારીકને વેચાઇ હોવાનું ખુલાસો, જાણો વિગત

દિલ્હી લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરંભિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં ઉપયોગમાં આવેલ i-20 કાર ઘણી વાર ખરીદવામાં અને વેચવામાં આવી હતી અને છેલ્લે તે પુલવામાના તારીક નામના શખ્સને વેચાઈ હોવાનું સામે આવ્યું છે. વિગતવાર તપાસ અને તપાસમાં મળેલ માહિતી પુલવામામાં રહેતા તારીકને આ કાર વેચાઈ હોવાનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. તપાસ મુજબ, ફરિદાબાદમાં આવેલ રોયલ કાર ઝોનમાંથી કાર તારીકને આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હરિયાણાના સલમાન નામના શખ્સની અટકાયત કરી હતી, જે આ i-20 કારનો માલિક હોવાનું બહાર આવ્યું હતું. સલમાનની પૂછપરછમાં એ જાણવા મળ્યું કે કાર બોગસ દસ્તાવેજો વડે ઘણી વખત ખરીદવામાં અને વેચવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ…

દિલ્હી બ્લાસ્ટ અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કરી કામના

દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી. PM મોદીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ ઘટનામાં હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું.   NSG, NIA અને FSL ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ડીપાર્ટમેન્ટે આસપાસના CCTV કેમેરા સ્કેન કરવાનો આદેશ આપ્યો છે અને તમામ શક્યતાઓ પર ધ્યાન આપીને તપાસ ચાલી રહી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યા છે, અને સમગ્ર ઘટનાની સમગ્રપણે તપાસ થતી રહે છે.…

દિલ્હી લાલ કિલ્લા ધમાકો: HR 26 નંબર પ્લેટવાળી i20 કારમાં થયો, જાણો વિગત

દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે સોમવારે સાંજે ભીષણ વિસ્ફોટ થયો. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 થયો છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ હરિયાણા નંબર પ્લેટ (HR 26, ગુરુગ્રામ નોર્થ) વાળી i20 કારમાં થયો હતો. કાર અને માલિકની વિગતો: – વિસ્ફોટ સમયે કાર નદીમ ખાનના નામે રજિસ્ટર્ડ હતી. – કારમાં ત્રણ લોકો હાજર હતા. – વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી, આસપાસના વાહનોને પણ નુકસાન થયું. સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી: – ઘટના મળતા જ દિલ્હી ફાયર સર્વિસે 7 ફાયર ટેન્ડર મોકલ્યા. – પોલીસ અને ફોરેન્સિક ટીમોએ સ્થળને સીલ કરી ઘેરાબંધી કરી. – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર સતીશ ગોલચા સાથે પરિસ્થિતિની જાણકારી લીધી. – NSG, NIA અને FSL ટીમો સ્થળ…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, રાજ્ય પોલીસ ચુસ્ત બની

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને જિલ્લાઓમાં નાકાબંધી, વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. વિકાસ સહાયે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારે મજબૂત કરવામાં આવશે. રાજ્યના મહાનગરો, તેમજ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા અને પૂછપરછ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india…