પેન્ટાગોનના કમાન્ડરની ચેતવણી: ઈરાન સંઘર્ષથી અમેરિકાના સૈન્ય સંસાધનો પર દબાણ

વિશ્વની સૌથી શક્તિશાળી સેનામાં ગણાતા અમેરિકાના સૈન્ય સંસાધનો અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા અંગે હવે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. એક અહેવાલ મુજબ, યુરોપમાં અમેરિકી સેનાના કમાન્ડરે પેન્ટાગોનને ચેતવણી આપી છે કે હાલની પરિસ્થિતિમાં લાંબા સમય સુધી એકસાથે અનેક મોરચે સૈન્ય જવાબદારી નિભાવવી મુશ્કેલ બની રહી છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી કમાન્ડરે જણાવ્યું છે કે જો વધારાના સૈન્ય સંસાધનો ઉપલબ્ધ નહીં થાય તો અમેરિકા માટે પોતાની સુરક્ષા અને સહયોગી દેશ ઈઝરાયલની સુરક્ષા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે. આ ચેતવણીએ અમેરિકાની સૈન્ય ક્ષમતા, હથિયારોના જથ્થા અને વૈશ્વિક જવાબદારીઓ અંગે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. પેન્ટાગોનમાંથી સંદેશ લીક થવાથી ચર્ચા તેજ અમેરિકા આ મુદ્દો માત્ર રાજકીય નિવેદન કે બહારના વિશ્લેષણ સુધી મર્યાદિત નથી રહ્યો. અહેવાલ મુજબ, પેન્ટાગોનના…

હોર્મુઝ સ્ટ્રેટમાં એક પણ જહાજ પર હુમલો થયો તો….: ટ્રમ્પની ચેતવણી

મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકાનું ઈરાનને કડક સંદેશ મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતા કોઈપણ વેપારી અથવા સૈન્ય જહાજ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવશે તો અમેરિકા તેનો જવાબ આપશે અને ઈરાનના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી શકે છે. ટ્રમ્પની આ ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં વૈશ્વિક તેલ અને વેપારી સામાનની અવરજવર થાય છે. મિસાઈલ, ડ્રોન કે અન્ય હુમલાનો પણ અપાશે જવાબ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન…

IRIS ડેના પર અમેરિકી સબમરીનના હુમલાને લઈને નવો દાવો, અમેરિકાએ આપી હતી ચેતવણી

હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધજહાજ IRIS ડેના પર અમેરિકી સબમરીનના હુમલાને લઈને એક નવો દાવો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જહાજ પર સવાર એક ઈરાની નાવિકને હુમલા પહેલા પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ ક્રૂ મેમ્બર્સને જહાજ છોડવાની બે વખત ચેતવણી આપી હતી. અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો આ જાણકારી તે નાવિકે પોતાના પિતાને હુમલાના થોડા સમય પહેલા આપી હતી. તેનાથી શ્રીલંકાની પાસે થયેલા અમેરિકી સબમરીનના હુમલા પહેલાના થોડા સમય પહેલાની તસ્વીર સામે આવી છે. આ દાવો ઈરાનના સત્તાવાર નિવેદનથી અલગ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું હતું કે તેમના યુદ્ધ જહાજ IRIS ડેના પર આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ ચેતવણી વગર હુમલો કરવામાં આવ્યો. સૈયદ…

આસામમાં સુખોઈ-30 MKI ફાઈટર જેટ ગુમ, વાયુસેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં સુખોઈ-30 MKI ફાઈટર જેટનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો છે. વિમાન નેજરહાટથી ઉડાન ભર્યું હતું, પરંતુ થોડા સમય બાદ રડાર પર તેનો સંપર્ક ગુમ થઈ ગયો. હાલ વિમાન હજુ સુધી મળ્યું નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાંજના સમયે એક જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો અને તરત જ ટેકરીઓમાંથી ધુમાડો જોવા મળ્યો. આ વિસ્તાર વસાહતથી દૂર હોવાથી સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. વાયુસેનાએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને વિમાન શોધવા માટે ટીમો રવાના કરી છે. સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું કે તપાસ ચાલી રહી છે અને વિમાન ક્રેશ અંગે વધારે વિગતો પ્રાપ્ત થાય ત્યારે જાહેર કરવામાં આવશે. હાલ કોઈ જાનહાનિની માહિતી મળી નથી. લોકો અને સેનાની ટીમો બેફામ ભયભીત અને ચિંતિત છે. Follow…

દુશ્મનોના શ્વાસ થંભી જશે: 114 ‘રાફેલ’ અને ‘સ્કેલ્પ’ મિસાઈલથી સજ્જ થશે ભારત

ભારતીય આકાશ હવે પહેલાં કરતા વધુ સુરક્ષિત અને અભેદ્ય બનવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયની આવતીકાલે યોજાનારી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠક ભારતની સૈન્ય શક્તિ માટે માઈલસ્ટોન સાબિત થશે. આ બેઠકમાં 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ માટેના સોદાને લીલી ઝંડી મળે તેવી પ્રબળ શક્યતા છે, જેમાં ફ્રાન્સના ‘રાફેલ’ સૌથી મજબૂત દાવેદાર છે. વાયુસેના હાલમાં 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે માત્ર 29 સ્ક્વોડ્રન સાથે કામ કરી રહી છે, ત્યારે આ મેગા ડીલ ચીન અને પાકિસ્તાન બંને મોરચે ભારતનો હાથ ઉપર રાખશે. સ્કેલ્પ મિસાઈલ: આ સોદાની સૌથી મહત્વની કડી ‘સ્કેલ્પ’ ક્રુઝ મિસાઇલ છે. આ એક એવી ઘાતક મિસાઇલ છે જે દુશ્મનના પ્રદેશમાં સેંકડો કિલોમીટર અંદર ઘૂસીને ચોકસાઈપૂર્વક હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. રાફેલ વિમાન પહેલાથી જ ભારતીય વાયુસેનાનો હિસ્સો હોવાથી, નવા…

ભારતનું ‘બ્રહ્માસ્ત્ર’ ગર્જ્યું: અગ્નિ-3 મિસાઇલના સફળ પરીક્ષણથી બંગાળની ખાડી ધ્રૂજી, ચીન-પાકિસ્તાન ચિંતિત

ભારતના સંરક્ષણ ક્ષેત્રે આજે એક મોટું પ્રદર્શન થયું છે. DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ‘અગ્નિ-3’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ 100% સફળ રહ્યું અને તેના વિસ્ફોટના પડઘા બંગાળની ખાડીમાં સાંભળાઈ, જે સીમા પાર બેઠેલા દુશ્મનો માટે સખત ચેતવણી તરીકે માનવામાં આવે છે. દુશ્મનો માટે ખતરો અગ્નિ-3 એક મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલ (IRBM) છે, જે ભારતની સુરક્ષા દિવાલને વધુ મજબૂત બનાવે છે. 3,500 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલ પાકિસ્તાનના તમામ ભાગોને આવરી શકે છે અને ચીનના મુખ્ય શહેરો સુધી પરમાણુ હથિયાર પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. ટેકનિકલ વિશેષતાઓ – લંબાઈ: 17 મીટર – વજન: આશરે 50 ટન – વોરહેડ ક્ષમતા: 1.5 ટન – ઝડપ: અવાજની ગતિ કરતા 8 ગણી…

Jammu Kashmir: પૂંછમાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યા, સેનાએ ગોળીબાર કરીને જવાબ આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ડ્રોન પ્રવૃત્તિ ફરી એકવાર સામે આવી છે. પૂંછ જિલ્લાના દિગ્વાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, જેના પગલે ભારતીય સેનાએ તરત જ કાર્યવાહી કરીને 40થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડ્રોન પાકિસ્તાની સેનાની 24 પીઓકે યુનિટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 03 પીઓકે બ્રિજ હેઠળ આવે છે. ઘટનાના પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ડ્રોન ગતિવિધિ પૂંછ ઉપરાંત સાંબા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પણ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિના અહેવાલો સામે આવ્યા છે. થોડા સમય પહેલાં રામગઢ સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સુરક્ષા દળોમાં ચેતવણી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે…

યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન એટેકનો પ્રયાસ

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવએ સોમવારે દાવો કર્યો છે કે યુક્રે દ્વારા નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાવરોવના જણાવ્યા અનુસાર, આ હુમલો 28 ડિસેમ્બરના રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી કરવામાં આવ્યો હતો. લાવરોવએ દાવો કર્યો છે કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં. તેમણે આ પ્રકારની “બેજવાબદાર કાર્યવાહી” ને રાજ્ય-પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો અને જણાવ્યું કે રશિયન સશસ્ત્ર દળો હવે બદલો લેવા માટે લક્ષ્યો ઓળખી લીધા છે. શાંતિ વાટાઘાટો પર અસર લાવરોવના જણાવ્યા અનુસાર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા વાટાઘાટોમાંથી પીછો નહીં ખેંચશે, પરંતુ વાટાઘાટોની સ્થિતિને ફરીથી સમીક્ષા કરવામાં…

તુર્કીમાં મોટી વિમાન દુર્ઘટના: લિબિયાના લશ્કરી વડા સહિત સાત લોકોના મોત, વડા પ્રધાન દબેબેહે પુષ્ટિ આપી

તુર્કીમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં લિબિયાના લશ્કરી વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત કુલ સાત લોકોના મોત થયા છે. લિબિયાના વડા પ્રધાન અબ્દુલ-હામિદ દબેબેહે આ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મંગળવારે સાંજે લિબિયાનું પ્રતિનિધિમંડળ તુર્કીની રાજધાની અંકારામાં સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ખાનગી વિમાન ક્રેશ થયું હતું. વડા પ્રધાન દબેબેહે આ ઘટનાને “આકસ્મિક અને અત્યંત દુઃખદ” ગણાવી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ટેકનિકલ ખામીનો પ્રાથમિક અંદાજ લિબિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાને ટેકઓફ કર્યા બાદ અંદાજે 30થી 40 મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી દુર્ઘટનાનું કારણ હોવાનું અનુમાન છે. તુર્કીના ગૃહ મંત્રીના જણાવ્યા મુજબ, ફાલ્કન-50 વર્ગના આ ખાનગી જેટએ…

ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો: અંજદીપ નામનું સબમરીન વિરોધી યુદ્ધ જહાજ કાર્યરત

ભારતીય નૌકાદળના સબમરીન વિરોધી યુદ્ધ જહાજ, છીછરા પાણીના યાનમાં ત્રીજું જહાજ અંજદીપ કાર્યરત થઈ ગયું છે. આ જહાજની લંબાઈ આશરે 77 મીટર છે અને તેને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અંજદીપની વિશેષતા એ છે કે તે વોટરજેટ દ્વારા સંચાલિત છે અને હળવા વજનના ટોર્પિડો અને સ્વદેશી ડિઝાઇન કરાયેલ એન્ટિ-સબમરીન રોકેટથી સજ્જ છે, જે પાણીની અંદરની જોખમો શોધવા અને તેનો સામનો કરવા સક્ષમ બનાવે છે. અંજદીપ જહાજ નૌકાદળની સબમરીન વિરોધી, દરિયાકાંઠાની દેખરેખ અને ખાણ-નિકાલ ક્ષમતાઓને મજબૂત બનાવશે. તેનું નામ કર્ણાટકના કારવાર નજીક આવેલા અંજદીપ ટાપુ પરથી લેવામાં આવ્યું છે, જે તેના વિશાળ દરિયાઈ ક્ષેત્રનું રક્ષણ કરવા નૌકાદળની શક્તિને પ્રતિબિંબિત કરે છે. આ જહાજ 80% થી વધુ સ્વદેશી ઘટકો સાથે બનાવવામાં આવ્યું…