ચીનના નૌકાદળમાં એશિયાનો સૌથી મોટો એરક્રાફ્ટ કેરિયર ‘ફુજિયાન’ સામેલ, CATOBAR ટેક્નોલોજી સાથે સજ્જ

ચીનએ શુક્રવારે તેના નૌકાદળમાં સૌથી અદ્યતન અને વિશાળ એરક્રાફ્ટ કેરિયર CNS ફુજિયાન (Fujian)ને ઔપચારિક રીતે સામેલ કર્યું છે. આ યુદ્ધજહાજ માત્ર એશિયામાં સૌથી મોટું જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી મોટું પરંપરાગત (બિન-પરમાણુ) એરક્રાફ્ટ કેરિયર પણ ગણાય છે. ફુજિયાનની લંબાઈ ૩૧૬ મીટર છે અને તેનું વજન આશરે 80,000–85,000 ટન છે. આ જહાજ સંપૂર્ણપણે ચીનના સ્વદેશી ડિઝાઇન અને નિર્માણ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ફુજિયાનની વિશેષતા તેની CATOBAR (કેટાપોલ્ટ આસિસ્ટેડ ટેક-ઓફ બટ એરેસ્ટેડ રિકવરી) ટેક્નોલોજી છે, જે યુએસ નેવીના સુપરકેરિયર્સમાં વપરાતી સમાન છે. આ ટેક્નોલોજી જહાજ એરક્રાફ્ટને ઝડપથી અને કાર્યક્ષમ રીતે લોન્ચ કરી શકે છે. તાજેતરમાં ફુજિયાનથી J-15T ફાઇટર, સ્ટીલ્થ J-35 અને KJ-600 એરબોર્ન પ્રારંભિક ચેતવણી વિમાનનું સફળ પ્રક્ષેપણ પણ કરવામાં આવ્યું છે. વિશ્વાસુ વિશ્લેષકોના મતે, ફુજિયાન દક્ષિણ…

ભારતે આ 9 સ્થળો પર કરી એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિંદૂર’ માં આતંકીઓનો થયો સફાયો

આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને POKમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સી RAW એ બધા લક્ષ્યોને ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર સંપૂર્ણ આયોજન સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં કરવામાં આવી એરસ્ટ્રાઈક 1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય દળો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. 2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. લશ્કર-એ-તૈયબા કેમ્પ 26/11 ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો…