Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ
વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત થઈ છે. વડોદરામાં સરકારી કચેરીને સરકારે જ સીલ મારવું પડ્યું છે. ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરીએ સીલ લાગ્યું છે. ડભોઈ કોર્ટે ખેડૂતોને નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ડભોઈ કોર્ટે 30 કરોડ ખેડૂતોને ચૂકવવા આદેશ કર્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે જમીન સંપાદન મામલે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સામે કાનૂની લડત લડી રહ્યા હતા. આખરે ખેડૂતોની 34 વર્ષની લડત રંગ લાવી છે. મળતી વિગત મુજબ 1989માં નર્મદા નિગમે ડભોઈની આસપાસ 6 ગામોની જમીન સંપાદિત કરી હતી. અને 1991માં 543 ખેડૂતોને 23 રૂપિયા ચો. ફૂટ ભાવે આ જમીનનું…
Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત
ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ભાયલી વિસ્તારનો ડભોઇ વિધાનસભામાં સમાવેશ થયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે. આ પણ વાંચો :- gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના લઘુમતી સમુદાયનું અતિક્રમણ રોકવા ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી છે. વધુમાં ધારાસભ્યએ આ પત્રમાં જણાવ્યું કે, ભાયલી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ સહિતની અન્ય યોજનાની શરૂઆત કરી. પરંતુ પ્રધાનમંત્રી આવાસના મકાનો મોટાભાગે લઘુમતી સમુદાયને ફાળવવામાં આવ્યા…








