Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત

ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ભાયલી વિસ્તારનો ડભોઇ વિધાનસભામાં સમાવેશ થયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે.

આ પણ વાંચો :- gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના

લઘુમતી સમુદાયનું અતિક્રમણ રોકવા ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી છે. વધુમાં ધારાસભ્યએ આ પત્રમાં જણાવ્યું કે, ભાયલી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ સહિતની અન્ય યોજનાની શરૂઆત કરી. પરંતુ પ્રધાનમંત્રી આવાસના મકાનો મોટાભાગે લઘુમતી સમુદાયને ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ભાયલી વિસ્તારમાં ધીરે-ધીરે લઘુમતી સમુદાયની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સરકારી યોજનાનો લાભ લેવા તાંદલજા વિસ્તારમાંથી પણ લઘુમતી વસ્તી વાસણા ભાયલી તરફ વધી રહી છે અને તેના કારણે ત્યાં વર્ષોથી રહેતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. આ વિસ્તારમાં નવા સ્થાપિત થતાં લઘુમતી સમુદાયને મળતા વિવિધ લાભોના કારણે વર્ષોથી રહેતા સ્થાનિકોની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આથી લોકોની લાગણીને ધ્યાનમાં રાખતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા બે કોમ વચ્ચે વધુ સંઘર્ષ પેદા ના થયા માટે ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવાને લઈને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

શહેરમાં અગાઉ પણ અન્ય એક વિસ્તાર ફતેગંજમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરાઈ હતી. કારણ કે આ વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષોમાં ધર્મ આધારિત સંખ્યામાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ફતેગંજમાં મુસ્લિમ સમુદાયની સંખ્યા વધતા હિન્દુઓ મકાન અને દુકાન છોડી અન્ય સ્થળો પર જવા લાગ્યા. જેના કારણે ત્યાં વર્ષોથી રહેતા હિદુ સમુદાય દ્વારા ફતેગંજમાં અશાંતધારો લાગુ કરવાને લઈને તેમના ધારાસભ્યને રજૂઆત કરી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *