ટ્રમ્પની ચેતવણી , BRICS નવી કરન્સી શરૂ કરશે તો અમે 100 ટકા ટેરિફ લાદીશું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિત બ્રિક્સ દેશોને ધમકી આપી છે. ટ્રમ્પે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે બ્રિક્સ દેશોએ સમજવું જોઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી. જો આવું કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ દેશો પર 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું કે જો બ્રિક્સ અમેરિકન ડોલરને પડકારવા માટે પોતાનું નવું ચલણ લોન્ચ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. તેમને અમેરિકન બજારમાંથી બાકાત રાખવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પ્રેક્ષક બનીને રહેશે નહીં અને આ ધમકીનો જવાબ આપશે. -> ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શું લખ્યું? :- ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે બ્રિક્સ દેશો યુએસ ડોલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે…







