ઉનાળુ વેકેશન લઈને મન ફાવે ત્યાં ફરો નામની યોજના, ગુજરાતનાં કોઈ પણ ખૂણે માત્ર આટલા રુપિયામાં ફરી શકશો

ઉનાળુ વેકેશન લઈને ગુજરાત એસટી નિગમે નવી યોજના બહાર પાડી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના બનાવી છે. જેને આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. તેમજ સાથે વિશેષ સુવિધા મેળવી શકે છે. આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે” ગુજરાતનાં તમામ એસટી ડેપો પર યોજના લાગુ :- ગુજરાતભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ…

Gandhinagar : ગાંધીનગરમાં મંદિરો તોડી પડવા નોટિસ આપતા વિરોધનો વંટોળ, હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી

ગાંધીનગરમાં મંદિરો તોડવા નોટિસ પાઠવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમા આવતા મંદિરો તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં મંદિરોને નોટિસ મળી તેમના ટ્રસ્ટી મંડળ હોદેદારો એકઠા થઇને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે ગાંધીનગર મંદિરોને નોટિસ મળી છે. તમામ ટ્રસ્ટી મંડળ તેમજ હિન્દુ સંગઠનો કાર્યકરો સાથે આજે ગાંધીનગર કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. જે મંદિરોને નોટિસ મળી તેને પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવશે. મંદીરો તોડવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાતા વિવાદ વકર્યો છે. 27 મંદીરોને તોડવાની નોટિસ સામે વિરોધના વંટોળ ફૂંકાઇ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટીસ…

Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે

આગામી હોળી ધુળેટીનાં તહેવારો દરમિયાન લોકોને સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા દર વર્ષે પુરી પાડે છે. આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ :- નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી, વ્યવસાય, મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો…

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ: આજથી ST નિગમ દ્વારા કરાઈ ખાસ સુવિધા

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી પરીક્ષા ચાલશે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, “27 ફેબ્રુઆરી 2025થી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી. નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રિપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.” એસટી નિગમને જે તે જિલ્લા વહીવટી તંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલી હતી. હજુ…