Bharat Petroleum Corporation Limited પર ₹1,817 કરોડનો ટેક્સ ઓર્ડર, 20 વર્ષ જૂના કેસમાં કોચી એક્સાઈઝ વિભાગની કાર્યવાહી

સરકારી તેલ કંપની Bharat Petroleum Corporation Limited (BPCL)ને કોચી સ્થિત સેન્ટ્રલ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરની ઓફિસ તરફથી આશરે ₹1,816.65 કરોડની ટેક્સ માંગણીનો આદેશ મળ્યો છે. શેરબજાર બંધ થયા બાદ આ માહિતી જાહેર થતાં આવતીકાલે બજાર ખુલતાં BPCLના શેર પર દબાણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શું છે વિવાદ? આ મામલો સપ્ટેમ્બર 2004થી મે 2010 સુધીના સમયગાળાનો છે અને તે સમયે અલગ કંપની રહેલી Kochi Refineries Limited (KRL) અને BPCL વચ્ચેના ટ્રાન્ઝેક્શન વેલ્યુના મૂલ્યાંકન સાથે સંબંધિત છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, બંને કંપનીઓ “સંબંધિત પક્ષો” (related parties) હતી, તેથી એક્સાઇઝ ડ્યુટીની ગણતરી માટે દર્શાવાયેલ ‘રિફાઇનરી ગેટ પ્રાઈસ’ માન્ય નથી. વિભાગે સેન્ટ્રલ એક્સાઇઝ મૂલ્યાંકન નિયમો હેઠળ નવેસરથી ગણતરી કરીને માંગણી ઉભી કરી છે. ટેક્સ ઓર્ડરની…

અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી છે. EDની કાર્યવાહી હેઠળ કયા માલસામાન  જપ્ત થયા? ED દ્વારા 4 અલગ-અલગ આદેશોના માધ્યમથી કંપનીઓના બેન્ક બેલેન્સ, બાકી લેણાં, અનલિસ્ટેડ કંપનીઓમાં શેરહોલ્ડિંગ અને સ્થાવર મિલકતો જપ્ત કરાયા છે. તેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના BSES યમુના પાવર, BSES રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વનના શેર પણ સામેલ છે. વેલ્યુ કોર્પ ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રાખવામાં આવેલા ₹148 કરોડના બેન્ક બેલેન્સ અને ₹143 કરોડના બાકી લેણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિલાયન્સ ગ્રુપના બે વરિષ્ઠ કર્મચારીઓ અંગારાય સેથુરામનના રહેણાંક મકાન અને પુનીત ગર્ગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ…

એમેઝોનમાં ફરી ‘છટણી’નો દોર: 30,000 કર્મચારીઓની નોકરી પર જોખમ, ભારત પર અસરની શક્યતા

વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) ફરી એકવાર મોટા પાયે છટણી માટે તૈયાર છે. ઓક્ટોબર 2025માં 14,000 કર્મચારીઓને છૂટા કર્યા બાદ, કંપની હવે 10% વર્કફોર્સ, એટલે કે આશરે 30,000 કર્મચારીઓ, ઘટાડવાનું આયોજન કરી રહી છે. આ રાઉન્ડ મંગળવારથી શરૂ થવાની શક્યતા છે. વિશેષતા એ છે કે છટણીનો સૌથી મોટો અસર એમેઝોન વેબ સર્વિસીસ (AWS), રિટેલ અને પ્રાઇમ વિડીયો જેવા એકમો પર પડવાની ધારણા છે. વિવિધ કોર્પોરેટ ફોરમ્સ પર ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર, ભારત સ્થિત ટીમો પર પણ આ છટણીનું મોટું પ્રભાવ પડી શકે છે. AI અને નોકરીઓ: નોકરીમાં કાપ પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. ઓક્ટોબરમાં એમેઝોને સ્વીકાર્યું હતું કે AI ટેકનોલોજી કંપનીને ઝડપી નવીનતા લાવવામાં સક્ષમ બનાવે છે. જોકે CEO…