કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા
ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો હજુ પણ લાપતા છે. સાંકડી ગલીઓમાં બચાવ કાર્ય અડચણભર્યું અગ્નિગામ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી 15 ફાયર બ્રિગેડ ટીમોને ગોડાઉનમાં પ્રવેશ અને પાણી પહોંચાડવામાં મુશ્કેલી આવી, કારણ કે વિસ્તાર ખૂબ સાંકડી ગલીમાં આવેલો હતો. આગ એટલી વિકરાળ હતી કે બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ અને લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો. લોકોનો આક્ષેપ સ્થાનિકો અને શ્રમિકોનો આક્ષેપ છે કે ગોડાઉનના દરવાજા બહારથી બંધ હતાં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાનો…
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર ફરી હિંસા, જાહેરમાં વધુ એક યુવાનની નિર્મમ હત્યા
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હિંસા અને લિંચિંગની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે સુનામગંજ જિલ્લામાં 25 વર્ષના હિન્દુ યુવાન જૉય મહાપાત્રોનું જાહેરમાં નિર્મમ રીતે હત્ય કરવામાં આવી છે. ઘટનાનું વર્ણન: મહાપાત્રોના પરિવારના જણાવ્યા મુજબ, તેમને સ્થાનિક લોકોએ પહેલા ઢોર માર માર્યો અને ત્યારબાદ ઝેર આપ્યું. તેમને Silhet Osmani Medical College Hospital ના ICUમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. થોડા દિવસ પહેલા જ પીડિતે ચોરીની આશંકામાં ટોળાની પીછો થી બચવા માટે નહેરમાં કૂદી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો. તેમના મૃતદેહને ભંડારપુર ગામના પોલીસ સ્ટેશને કબજે લીધા. હત્યા પાછળના આરોપીઓ: પોલીસના જણાવ્યા અનુસાર, દીપુ ચંદ્ર દાસની લિંચિંગમાં મુખ્ય શંકાસ્પદ યાસીન અરાફાત છે, જેઓ ભૂતપૂર્વ શિક્ષક હતા. પોલીસે જણાવ્યું કે યાસીન અરાફાતે હત્યાનું આયોજન અને અમલીકરણ બંને…
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા, માત્ર ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના
બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના કોપાલિયા બજાર, વોર્ડ નં. 17 વિસ્તારમાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ પર અચાનક ગોળીબાર કર્યો. ગોળી લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. મૃતક કેશબપુર ઉપજિલ્લાના અરુઆ ગામનો રહેવાસી હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસ સૂત્રો મુજબ, બજારમાં રહેલા રાણા પ્રતાપ પર હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. ઘટના બાદના પગલાં ગોળીબાર બાદ બજાર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મણિરામપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે તૈયારીઓ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હિન્દુ સમુદાય પર હિંસાના વધતા કેસ આ ઘટના…
20 રાજ્યોમાં આપત્તિ જોખમ ઘટાડા માટે અમિત શાહના નેતૃત્વમાં મોટો નિર્ણય, ₹507 કરોડ મંજૂર કરાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ 20 રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને સમુદાય-આધારિત આપત્તિ જોખમ ઘટાડા (Community-Based Disaster Risk Reduction – CBDRR) માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે ₹507 કરોડથી વધુની રકમ મંજૂર કરી છે. પંચાયત સ્તરે આપત્તિ વ્યવસ્થાપન મજબૂત બનશે ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં શરૂ કરાયેલું રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ હવે પંચાયત સ્તર સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિનો સામનો કરવા માટે સ્થાનિક સમુદાયોને સજ્જ બનાવવામાં આવે. ‘બોટમ-અપ’ અભિગમ પર ભાર આ કાર્યક્રમ હેઠળ નીચેથી ઉપરના અભિગમ (Bottom-up Approach) દ્વારા આપત્તિ જોખમ ઘટાડા (DRR)ની પ્રથાઓને શાસન માળખામાં એકીકૃત કરવામાં આવશે. સ્થાનિક જરૂરિયાતો અને…










