જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીનો ભાવભર્યો વિદાય સમારંભ, નવનિયુક્ત તલાટી મંત્રીએ સંભાળ્યો ચાર્જ

માંગરોળ તાલુકાના જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીની બદલીને અનુસંધાનરૂપ વિદાય સમારંભ યોજાયો. છેલ્લા અઢી વર્ષથી જુનાકોટડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા માયાબેન બારડને શીલ ગ્રામ પંચાયતમાં બદલી થતાં સ્થાનિકો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી. જુના કોટડા સરપંચ રેખાબેન નરસીંગભાઇ ખેર, તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં માયાબેન બારડની સેવા અને કાર્યની પ્રશંસા કરવામાં આવી. સમગ્ર પ્રસંગે તેમના માટે ફુલોના મોમેન્ટ અને ઉજવણીના કાર્યક્રમો આયોજિત કર્યા. આ પ્રસંગે નવનિયુક્ત તલાટી મંત્રી ભાવિકાબેન ખેરને પણ ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત આપવામાં આવ્યું અને તેમણે જુનાકોટડા ગ્રામ પંચાયતનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો. સમગ્ર કાર્યક્રમમાં સૌજન્ય, ભાવના અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન દ્વારા ‘સ્નેહ મિલન 2025’નું ભવ્ય આયોજન

ચાંદલોડિયા, વંદેમાતરમ, કે એન સીટી, ગોતા, ત્રાગડ, જગતપુર, ચેનપુર, ન્યૂ સાયન્સ સિટી અને માલાબાર વિસ્તારની 300થી વધુ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીના સંગઠન, ‘ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન’ દ્વારા આયોજિત વાર્ષિક ‘સ્નેહ મિલન 2025’ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો છે. હિતેશ ઠક્કર (રાણા)ના નેતૃત્વ હેઠળ, આ સંપૂર્ણપણે બિન-રાજકીય સામાજિક સંગઠનના ઉપક્રમે ગોતા, વંદેમાતરમ્ રોડ સ્થિત આગમન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 300થી વધુ સોસાયટીના મુખ્ય હોદ્દેદારોએ એક છત નીચે એકઠા થઈને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ ‘સ્નેહ મિલન’ કાર્યક્રમમાં 1200થી વધુ લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને આ એસોસિયેશનની સામાજિક પ્રતિબદ્ધતા અને જનસમુદાયમાં તેની લોકપ્રિયતા દર્શાવી હતી. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના સહકારિતા અધ્યક્ષ, બિપીનભાઈ પટેલ ગોતા…